1. Home
  2. Regional
  3. ગુજરાતની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન રદ કરાયું : દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
ગુજરાતની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન રદ કરાયું : દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે

ગુજરાતની સ્કૂલોમાં નવરાત્રિ વેકેશન રદ કરાયું : દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે

0

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને આગામી 10મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. ત્યારે ઉનાળાનું વેકેશન લંબાવવા માટે વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ઉનાળાનું વેકેશન નહીં લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ચાલુ વર્ષે સ્કૂલોમાં નવરાત્રી વેકેશન નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં દિવાળી વેકેશન 21 દિવસનું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. 2018માં નવરાત્રી વેકેશન આપવમાં આવ્યું હતું. આ વખતે પણ શાળાઓને નવરાત્રીનું વેકેશન આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જોકે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવરાત્રીના રદ કરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં આવેલી રજૂઆતોને ઉપર ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શિક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.

tags:

LEAVE YOUR COMMENT