in ,

વાયુની અસરઃ નવસારીમાં દરિયાકાંઠાના ગામમાં ઘૂસ્યાં દરિયાના પાણી

સુરતઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું છે. પરંતુ તેની અસર ગુજરાતના દરિયા કિનારા ઉપર જોવા મળી રહે છે. આ ઉપરાંત દરિયો ગાંડો બન્યો છે અને સમુદ્રમાં 10 ફૂટથી વધુ મોજા ઉછડી રહ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. નવસારીમાં દરિયાનું પાણી ગામમાં ઘુસી ગયું છે. જેથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે.

વાયુ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં તેની અસર જોવા મળી છે. નવસારી જિલ્લાના બોરસી ગામમાં દરિયાના પાણી ઘરમાં ઘુસ્યાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. દરિયાનું પાણી ગામમાં ન ઘુસી જાય તે માટે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી. જો કે, સંરક્ષણ દિવાલ પણ વાવાઝોડાની સામે લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાનું લાગી રહી છે.

નવસારીમાં દરિયાકાંઠે આવેલા બોરસી ગામમાં દરિયાનું પાણી ઘુસી ગયું છે. ગામના લગભગ 80 ઘરમાં ઘૂંટણ સુધી પાણી ઘુસી ગયા છે. ઘરમાં પાણી ઘુસી જતા ભયભીત લોકો પોતાની ઘર વખરી એકત્ર કરી રહ્યાં છે. વહીવટી તંત્રની કામગીરી માત્ર સૂચના પૂરતી સીમિત રહી હોઈ સ્થળાંતર માટેની તંત્ર તરફથી હાલ કોઈ વ્યવસ્થાઓ દેખાઈ રહી નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ દરિયો ગાંડોતૂર બન્યો છે અને લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાયુસેનાના AN-32 વિમાન દુર્ઘટનામાં તમામ 13 લોકોના મોત : IAF

પોલેન્ડમાં અમેરિકા વધુ 1000 સૈનિકોની કરશે તેનાતી, વધશે રશિયાની ચિંતા