1. Home
  2. Regional
  3. નવી ઓફિસરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ
નવી ઓફિસરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ

નવી ઓફિસરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ

0

અમદાવાદઃ યુવતીને સોશિયલ મીડિયા મારફતે પ્રેમમાં ફસાવીને તેની ઉપર બળાત્કાર ગુજારનારા મુંબઈના નેવી ઓફિસરની સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. યુવતી ગર્ભવતી બનતા આફિસરે તેનો ગર્ભપાત પણ કરાવ્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં રહીને અભ્યાસ કરતી છત્તીસગઢની ૨૬ વર્ષીય યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નેવી ઓફિસર કેશવ ગોયલ (રહે.ઠાકુર વિલેજ, કાંદીવલી ઈસ્ટ, મુંબઈ) વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં કરેલા આક્ષેપ અનુસાર યુવતી અને કેશવ ગોયલ વચ્ચે ફેસબુકથી સંપર્ક થયો હતો. ફેસબુક મેસેન્જરમાં એકબીજાના નંબરની આપ-લે કરીને ચેટિંગ અને વાતચીતોથી બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો.

દરમિયાન તા.૧૦-૧૧-૨૦૧૮ થી ૧૩-૧૧-૨૦૧૮ દરમિયાન કેશવ ગોયેલે વસ્ત્રાપુર થલતેજ ખાતેની હોટલમાં રૂમ બૂક કરાવ્યો હતો. હોટલમાં યુવતી અને કેશવ ચાર દિવસ રોકાયા ત્યારે તેઓ વચ્ચે બે વખત શારીરિક સંબંધ બંધાયો હતો. તે પછી યુવતી દિલ્હી અને કેશવ મુંબઈ જતો રહ્યો હતો. બાદમાં યુવતી પ્રેગ્નન્ટ થતાં તેણે કેશવની ગર્લફ્રેન્ડ કાવ્યા (રહે.રાયસણ, ગાંધીનગર)ને જાણ કરી હતી. જેથી કેશવે ગર્ભપાતની દવા કાવ્યા મારફત કુરિયરથી પીડિતાને મોકલી હતી. તેમજ યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીના ગર્ભપાત બાદ યુવાને પોત પ્રકાશીને તુ મારા લાગય નહીં હોવાનો મેસેજ કર્યો હતો. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પીડિતાને બ્લોક કરી દીધી હતી. કેશન નેવીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે. અમદાવાદ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

LEAVE YOUR COMMENT