1. Home
  2. Political
  3. બીજા તબક્કાની 95 બેઠકોમાંથી 2014માં એનડીએ 68 પર પડયું હતું ભારે
બીજા તબક્કાની 95 બેઠકોમાંથી 2014માં એનડીએ 68 પર પડયું હતું ભારે

બીજા તબક્કાની 95 બેઠકોમાંથી 2014માં એનડીએ 68 પર પડયું હતું ભારે

0

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં 12 રાજ્યોની 95 બેઠકો પર વોટિંગ ચાલી રહ્યું છે. આ વોટિંગ દરમિયાન 1600થી વધુ ઉમેદવારોના ભાવિ 15 કરોડથી વધુ મતદાતાઓ નક્કી કરવાના છે. ભાજપ, કોંગ્રેસ, જેડીયુ, સપા-બસપા-આરએલડી, ડીએમકે, એઆઈએડીએમકે, ટીએમસી સહીતના ઘણાં પક્ષોની શાખ દાંવ પર લાગેલી છે.

બીજા તબક્કાની 95 બેઠકોમાંથી ભાજપ 51 અને કોંગ્રેસ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સત્તા યથાવત રાખવાની કોશિશ કરી રહ્યું છે. જ્યારે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પોતાના જનાધારને પાછો મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે.

બીજા તબક્કાની 95 લોકસભા બેઠકોમાંથી 2014ની ચૂંટણીમાં ભાજપે 27 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી. યુપીમાં જે આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, તે તમામ બેઠકો ભાજપના કબજામાં છે. છત્તીસગઢની ત્રણ, મહારાષ્ટ્રની દશમાંથી ચાર, આસામની પાંચમાંથી 2, કર્ણાટકની 14માંથી 6, ઓડિશાની પાંચમાંથી એક, પશ્ચિમ બંગાળની ત્રણમાંથી એક, તમિલનાડુ અને જમ્મુ-કાશ્મીરની એક-એક બેઠક ભાજપે જીતી હતી. આ સિવાય ભાજપના સાથીપક્ષ શિવસેનાએ મહારાષ્ટ્રમાં ચાર બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી.

બીજા તબક્કામાં બિહારની પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. આમાની એકપણ બેઠક પર ભાજપ ચૂંટણી મેદાનમાં નથી. આ બેઠક પર ભાજપના સાથીપક્ષ જેડીયુના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

2019ની લોકસભા ચૂંટણીમાં રાજકીય સમીકરણ અને પરિસ્થિતિ ઘણી બદલાયેલી છે. સપા-બસપા-આરએલડી ગઠબંધનને કારણે યુપીમાં ભાજપને આકરો પડકાર મળી રહ્યો છે. આ સિવાય મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધને પણ ભાજપની મુશ્કેલ વધારી છે. તેવામાં આરાજ્યોના નુકસાનની ભરપાઈ માટે ભાજપે તમિલનાડુ પર નજર દોડાવી છે. તમિલનાડુની એઆઈએ-ડીએમકે સાથે ગઠબંધન કરીને ભાજપ અહીં ચૂંટણી મેદાનમાં છે.

ભાજપની નજર પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યો પર પણ લાગેલી છે. બંગાળમાં જે ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં ભાજપને પોતાની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પણ પીએમ મોદી ભાજપને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.

બીજા તબક્કાની 95 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસની પાસે માત્ર 12 બેઠકો છે. 201માં કોંગ્રેસને જે 12 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. તેમાથી આસામની બે, કર્ણાટકની છ, મહારાષ્ટ્રની બે, બિહારની એક અને મણિપુરની એક બેઠકનો સમાવેશ થતો હતો. તેના સિવાય બિહારમાં એનસીપીના તારીક અનવરે જીત પ્રાપ્ત કરી હતી અને તેઓ આ વખતે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના સાથીપક્ષ આરજેડી પાસે બે બેઠકો હતી.

બીજા તબક્કામાં જે લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, કોંગ્રેસને અહીંથી ગત ચૂંટણી કરતા સારા પરિણામોની આશા દેખાઈ રહી છે. કોંગ્રેસ તમિલનાડુમાં ડીએમકે સાથે મળીને ચૂંટણી લડી રહી છે. તેવામાં તેને સારા પરિણામની આશા છે. આ સિવાય છત્તીસગઢમાં તાજેતરમાં બનેલી સરકારથી પણ કોંગ્રેસ આશા લગાવીને બેઠી છે. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે. તેથી આ બંને રાજ્યોમાં પણ કોંગ્રેસને સારા પરિણામની આશ છે.

પ્રાદેશિક પક્ષો ફરી એકવાર પોતાનો કરિશ્મો દોહરાવામાં સફળ રહેશે. બંને રાષ્ટ્રીય પક્ષોને જો બહુમતી નહીં મળે, તો પ્રાદેશિક પક્ષો કિંગમેકરની ભૂમિકામાં હશે. બીજા તબક્કાના મતદાનમાં સપા-બસપા, બીજેડી, ટીએમસી, આસામના બદરુદ્દીન અજમલની પાર્ટી, ડીએમકે, એઆઈએડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો માટે પણ ઘણી સંભાવનો છે.

LEAVE YOUR COMMENT