in , , , , , , , ,

ટિકટોકના બેન થયા બાદ આ એપ એ મચાવી ધૂમ

  • ચિંગારી મોબાઇલ એપ 25 લાખથી વધુ વખત ડાઉનલોડ
  • 72 કલાકમાં 5 લાખથી વધુ વખત ડાઉનલોડ
  • ચિંગારી એપ ચીની ટિક-ટોક એપને આપી રહી છે ટકકર
  • ટિકટોક પરના પ્રતિબંધથી દેશી એપ ચિંગારીને ફાયદો

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદથી ટિક-ટોક એપ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગૂગલ પ્લે સ્ટોર પર ભારતીય મોબાઇલ એપ ચિંગારીને 25 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ઉપરાંત, આ એપને ઘણી લોકપ્રિયતા મળી છે. આ સિવાય આ એપને ગૂગલ પ્લે-સ્ટોરના ટ્રેંડિંગ ચાર્ટમાં સ્થાન મળ્યું છે. ચિંગારી મોબાઇલ એપને 15 દિવસની અંદર જ 10 લાખથી વધુ વખત ડાઉનલોડ થઇ હતી.

ચિંગારી મોબાઇલ એપને છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટકના આઇટી નિષ્ણાતોએ સાથે મળીને બનાવી છે. તો, ચિંગારી એપના ચીફ સુમિત ઘોષ કહેવું છે કે અમારી ટીમે આ એપ તૈયાર કરવામાં સંપૂર્ણ બે વર્ષનો સમય લીધો છે. તેમણે વધુમાં કહ્યું છે કે અમે આ એપ્લિકેશન ભારતીય યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવી છે.

ચાઇનીઝ મોબાઇલ એપ વિરુદ્ધ બહિષ્કાર ચાઇના અભિયાનને કારણે ચિંગારી એપને ઘણો ફાયદો થયો છે. આ જ કારણ છે કે આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોરના ટોપ ચાર્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે.

ચિંગારી મોબાઇલ એપના ફીચર્સ

ચિંગારી એપથી તમે શોર્ટ વીડિયો બનાવી અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આ એપ પર તમને ટ્રેન્ડિંગ ન્યૂઝ, મનોરંજન, ફની વીડિયો, લવ સ્ટેટસ જેવા વીડિયો મળશે. એપના ફીચર્સને જોતા એવું લાગે છે કે આ એપ્લિકેશન હેલો એપ્લિકેશનની જેમ છે. ચિંગારી પર શેર કરેલી પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ શેર કરી શકશો. વોટ્સએપ પર શેર કરવા માટે એક અલગ જ બટન આપવામાં આવ્યું છે જે ચીની એપ્લિકેશન હેલો જેવું છે. એપમાં કોઈ યુઝર્સને ફોલો કરવાની તક પણ મળશે.

ચિંગારી મોબાઇલ એપ ઉડિયા, ગુજરાતી અને મરાઠી જેવી ઘણી ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફીને લઈને વાલીઓનું આંદોલન

ચીનને આક્રમક જવાબ આપવા ભારતે ગલવાન ખીણમાં 6 T-90 ટેન્કો ખડકી