1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ પર નવું સંશોઘન – શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ માત્ર 15 મિનિટમાં મળશે
કોરોના વાયરસ પર નવું સંશોઘન – શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ માત્ર 15 મિનિટમાં મળશે

કોરોના વાયરસ પર નવું સંશોઘન – શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ માત્ર 15 મિનિટમાં મળશે

0
  • ચીનમાં સતત કોરોનાથી મરનારની સંખ્યામાં વઘારો
  • રવિવારના રોજ હુબઈમાં કોરોનાથી 91ના મોત
  • ચીનમાં રવિવારના રોજ 3,062 નવા કેસ
  • શંકાસ્પદ દર્દીઓ માટે તપાસબનશે સરળ
  • તિયાનજિન યૂવર્સિટીએ બીજિંગ બાયોટેક કંપની સાથે મળીને તપાસ કિટ બનાવી

ચીનમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ચીનના વુહાન શહેરમાંથી ઉત્પન્ન થયેલા કોરોનાએ સમગ્ર વિશ્વના 25 દેશોમાં દહેશત ફેલાવી છે,તે સાથે જ 31 દેશમાં પગ પેસારો પણ કરી ચૂક્યો છે.જેમાં સોથી વઘુ અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતનું વુહાન શહેર છે.

અત્યાર સુઘી ચીનમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 908ને પાર પહોંચી છે,તે સાથે જ કન્ફોર્મ કેસની સંખ્યાનો આંકડો પણ 40 હજારને વટાવી ચૂક્યો છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે એક સમાચાર એવા સામે આવી રહ્યા છે કે,કોરોના કેસની તપાસનો રિપોર્ટ હવે માત્ર 15 મિનિટમાં આવી શકશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયુવેગ ફેલાતા અનેક દર્દીઓ તેની ઝપેટમાં આવતા હોય છે ત્યારે આટલા બધા દર્દીઓની એકસાથે તપાસ કરવી એટલે સમય ખુબજ ખર્ચ થતો હતો,જેને લઈને અનેક શંકાસ્પદ દર્દીનો ચોક્કસ તપાસનો રિપોર્ટ આવવામાં ખુબ જ વધુ સમય લાગતો હતો.

ચીન દેશ હાલ યુદ્ધના ઘોરણે કોરોના વાયરસ પર કામ કરી રહ્યું છે,થોડા જ દિવસમાં 1 હજાર બેડ વાળી અને 1500 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરી હતી.આઈએએનએસ સમાચાર એજન્સીના જણવ્યા પ્રમાણે, ચીનના તિયાનજિન યૂનિવર્સિટ દ્રારા કોરોના વાયરસની તપાસ માટે એક નવો ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે.આ ટેસ્ટ પ્રમાણે માત્ર 15 મિનિટમાં જ કોરોનાનો રિપોર્ટ મેળવી શકાશે. જેના કારણે જાનવેલા બિમારી કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓની ભાળ તાત્કાલિક ઘોરણે મેળવી શકાશે.દર્દીઓની તપાસમાં જે વધુ સમય લાગતો હતો તે સમય ઘટી જશે.

ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર,તિયાનજિન યૂવર્સિટીએ બીજિંગ બાયોટેક કંપની સાથે મળીને આ તપાસ કિટને વિકસીત કરવામાં આવી છે.આ કિટનો તાજેતરમાં ક્લિનિકલ ટ્રાય કરવામાં આવી રહ્યો છે,ત્યા બાદ તેની પરવાનગી માટે તેને સ્વાસ્થ્ય નિયામકને મોકલવામાં આવશે.

આ પહેલા પણ ચીની સ્વાસ્થ્ય નિયામક સંગઠન નેશનલ મેડિકલ પ્રાડક્ટ્સ એડમિનિસ્ટ્રેશન મુજબ બાયોટેક દ્રારા વિકસાવવામાં આવેલી  કિટને પરવાનગી આપવામાં આવી હતી,જેના માધ્યમથી શંકાસ્પદ દર્દીઓની તપાસ 30 મિનિટ જેટલા સમયમાં જ કરી શકાશે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.