1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના સંકટ સમયમાં ટપાલીઓ આવશે મદદ, જીવન જરૂરીયાત વસ્તુઓ ઘર સુધી પહોંચાડશે
કોરોનાના સંકટ સમયમાં ટપાલીઓ આવશે મદદ, જીવન જરૂરીયાત વસ્તુઓ ઘર સુધી પહોંચાડશે

કોરોનાના સંકટ સમયમાં ટપાલીઓ આવશે મદદ, જીવન જરૂરીયાત વસ્તુઓ ઘર સુધી પહોંચાડશે

0

કોરોનાવાયરસના  કારણે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે અને જરૂરીયાત વગર લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો છે જે જીવન જરૂરીયાતની વસ્તુઓ માટે વારંવાર બહાર નીકળે છે.

હવે આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે ટપાલ વિભાગ આગળ આવ્યો છે અને લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ લોકોને ઘર સુધી પહોચાડવાનું કામ હાથમાં લીધુ છે. કોરોનાવાયરસના સંકટને લઈને ટપાલી હવે ટપાલ જ નહી પરંતુ શાકભાજી, ફળ ફ્રુટ, દવા તથા 5000 રૂપિયા સુધીની રોકડ પણ લોકોને ઘર સુધી પહોંચાડશે.

ટપાલ વિભાગ દ્વારા દેશભરમાં શરૂ થનારી સુવિધાને લઈને જલંધર ડિવિઝન પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ નરેન્દ્ર કુમારે જણાવ્યું કે, પંજાબ સિવાય મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને પૂણે સહિત પાંચ શહેર માટે પણ ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે. એટલું જ નહીં, કર્ફ્યૂ દરમિયાન જે લોકો પૈસા લેવા બેંક સુધી ના જઈ શકે, તેમને પોસ્ટ ઓફિસ રોકડ રકમ પણ ઘર સુધી પહોંચાડશે.

મહત્વનું છે કે લોકો જ્યાં સુધી સંપુર્ણ રીતે ઘરમાંથી બહાર નીકળવાનું બંધ નહી કરે ત્યાં સુધી કોરોનાવાયરસના ફેલાવાને રોકવો ખુબ મુશ્કેલ છે. કોરોનાવાયરસને રોકવા માટે લોકડાઉનું કડક રીતે પાલન કરવુ તે અત્યંત જરૂરી છે અને લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ બહાર ન નીકળે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.