BUSINESSHEALTHCAREImportant StoriesINTERNATIONALLIFESTYLENATIONALREGIONALગુજરાતી

કોરોનાવાયરસની અસર બાદ ન્યુઝીલેન્ડ રિસ્ટાર્ટ થવા તૈયાર, રોજબરોજની કામગીરીમાં થઈ શકે છે ફેરફાર

  • ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીની અપીલ
  • તમામ કંપની શક્ય હોય તો અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરે
  • આ પગલાથી પર્યટન વિભાગને થશે ફાયદો
  • કોરોનાથી પર્યટનને થઈ છે માઠી અસર

નવી દિલ્લી: કોરોનાવાયરસના ફેલાવાને લઈને એકદમ સતર્ક એવું ન્યુઝીલેન્ડ ફરીવાર શરૂ થવા જઈ રહ્યુ છે અને ન્યુઝીલેન્ડમાં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ થાય તે પહેલા ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડન દ્વારા અપીલના માધ્યમથી કહેવામાં આવ્યુ છે કે દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અઠવાડિયામાં 4 દિવસ જ કામ કરવાનું શક્ય બનાવો. આ રીતે દેશના પર્યટનને પ્રોત્સાહન મળશે તેમજ કામ પ્રત્યે પણ લોકોની ઉત્સુક્તામાં વધારો કરશે. આ સિવાય તે કામ અને લાઇફ બેલેન્સ રાખવામાં પણ મદદ કરશે.

પેરપેચ્યુઅલ ગાર્ડિયનના સ્થાપક એન્ડ્ર્યુ બાર્નેસએ 2018 માં જ અઠવાડિયામાં ચાર દિવસ કામની જાહેરાત કરી હતી અને આ સમય દરમિયાન બાર્નેસને  જાણવા મળ્યું કે કર્મચારીઓ આ ફેરફારથી ખુશ છે અને વધુ કામ પ્રત્યે વધારે સતર્ક પણ થયા છે. ઉપરાંત, આ પરિવર્તન સાથે, તેમના કર્મચારીઓ વધુ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ પણ છે.

(VINAYAK)

Related posts
INTERNATIONALગુજરાતી

ન્યૂઝીલેન્ડ એ કોરોનાને આપી મ્હાત, 100 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી

– સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર – જો કે ન્યૂઝીલેન્ડએ કોરોનાને આપી મ્હાત – ન્યૂઝીલેન્ડનું દ્રષ્ટાંત અન્ય દેશો માટે પ્રેરણાદાયક સમગ્ર વિશ્વમાં…
EnglishHEALTHCAREImportant StoriesINTERNATIONALPoliticalTrump

COVID-19: PM Ardern claims NZ coronavirus-free, no restrictions now

New Delhi: Even though a vaccine is yet to come, New Zealand is the latest country to claim to be a coronavirus-free nation….
Important StoriesSPORTS

વર્લ્ડકપ સેમિફાઇનલ - ભારત-ન્યૂઝીલેન્ડની મેચમાં વરસાદનું વિધ્ન, ન્યૂઝીલેન્ડના 46 ઓવરમાં 5 વિકેટે 211 રન

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ વરસાદના વિધ્નને કારણે અટકી છે. ડક વર્થ લુઇસના નિયમ મુજબ, 2 કલાક સુધી મેચ ચાલુ…

Leave a Reply