in , , , ,

નીના ગુપ્તા સ્ટારર વિકાસ ખન્નાની ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ ઓસ્કાર માટે નોમિનેટ

  • ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ ઓસ્કાર માટે નોમિનેટ
  • ફિલ્મ ફેસ્ટિવલ 2019મા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું
  • મુખ્ય કલાકાર તરીકે ફિલ્મમાં નીના ગુપ્તા
  • ‘ઘ લાસ્ટ કલર’ વિકાસ ખન્નાએ બનાવેલ ફિલ્મ
  • માસ્ટર શેફ વિકાસ ખન્નાની ફિલ્મ ઓસ્કારમાં
  • એક વિઘવા સ્ત્રીના જીવન પર આઘારિક ફિલ્મ
  • ડલાસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ

વિકાસ ખન્ના નામ સાંભળતા જ પહેલા તો આપણાને અવનગી વાનગીઓની રેસિપી યાદ આવી જાય એ સ્વભાવિક વાત છે,વિકાસ ખન્ના એક ખુબજ ફેમસ માસ્ટર શેફ છે જેમણે કુકિંગની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે,પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ સિવાય વિકાસ ખન્નાએ ફિલ્મ બનાવવામાં પણ પોતાનુ નસીબ આજમાવ્યું હતું.તેઓએ ઘ લાસ્ટ કલર નામની એક ફિલ્મ બનાવી હતી.

તાજેરરમાં ઑસ્કારનું લીસ્ટ બહાર પડ્યું છે જેમાં એક ખાસ વાત એ છે કે ઓસ્કારા માટે વિકાસ ખન્નાની આ ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ નોમિનેટ થઈ છે.આ સમાચાર શૅર કરતા આ વાતને વકાસ ખન્નાએ વિશ્વાસનો જાદુ ગણાવ્યો હતો,વિકાસ ખન્નાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ લીસ્ટ શૅર કરી પોતાની ખુશી વ્યક્ત કરતા આ અંગે લોકોને માહિતી આપી હતી,તે સાથે જ આ ફિલ્મમાં શાનદાર અભિનય કરનારી અભિનેત્રી નીના ગુપ્તાએ જવાબ આપતા પોતાની ખુશી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

દેશના સૌથી ફેમસ સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાએ એક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે હવે તેમને લાગી રહ્યું છે કે તેમની મહેનત રંગ લાવી છે.એક્ટ્રેસ નીના ગુપ્તા સ્ટારર વિકાસ ખન્નાની ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ ઓસ્કાર એવોર્ડની ફિચર ફિલ્મની લીસ્ટમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે,જો કે ઓસ્કાર એવોર્ડ હજુ આવનારા ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર છે.

દર વર્ષે એવોર્ડસના ફાઈનલ નોમિનેશનની યાદી જાહેર કરતા પહેલા એકેડમી એવોર્ડ્સ એવી ફિલ્મો અંગેની એક યાદી જાહેર કરે છે કે જે ફિલ્મો ઓસ્કારની રેસમાં ભાગ લેવાને લાયક હોય છે. વૈરાયટીના રિપોર્ટ પ્રમાણે આ યાદીનો ભાગ બનવા માટે ફિલ્મોએ લૉસ એન્જલિસના કોમર્શિયલ મોશન પિક્ચર થિયેટરમાં 31 ડિસેમ્બર સુઘી રિલીઝ થવું પડે છે,અને ત્યાર બાદ સતત 7 દિવસ સુઘી ફિલ્મ ચાલવી જોઈએ ત્યારે આ ફિલ્મો ઓસ્કાર માટે પસંદ કરવામાં આવે છે.

નીના ગુપ્તાની ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ને યૂએસએના 30મા પામ સ્પ્રિંગ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં  જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ કરવામાં આવી હતી,તો આ ફિલ્મને હજુ ભારતમાં રિલીઝ થવાની તક નથી મળી, તે સાથે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2019મા આ ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

ફિલ્મ ‘ઘ લાસ્ટ રંગ’ની સ્ટોરીની વાત કરીએ તો, વારાણસીમાં રહેનારી એક વિઘવા સ્ત્રીના જીવન પર આઘારિત છે,આ ફિલ્મને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવી છે.ફિલ્મ ‘ઘ લાસ્ટ કલર’ને ડલાસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.

(સાહિન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાતની સરહદ ઉપર ચેકપોસ્ટ ફરીથી કાર્યરત કરવાની માંગણી

ગુજરાતમાં 5 નવી મેડિકલ કોલેજ શરૂ કરાશેઃ હયાત હોસ્પિટલો અપગ્રેડ કરવાનો નિર્ણય