in , ,

પાકિસ્તાનને પાઠ ભણાવશે ભારત ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો સાથે સંરક્ષણ પ્રધાનની બેઠક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ સામે આવેલા સુરક્ષાલક્ષી પડકારોને લઈને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરમણ અને ત્રણેય સૈન્ય પાંખના પ્રમુખો સોમવારે 42 દેશોમા તેનાત ભારતના ડિફેન્સ એટેચી સાથે મહત્વની મુલાકાતની કવાયત હાથ ધરી રહ્યા છે. સત્તાવાર સૂત્રો દ્વારા આના સંદર્ભે જાણકારી આવી રહી છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં પાકિસ્તાનને લઈને રણનીતિ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

ડિફેન્સ એટેચીની બે દિવસ ચાલનારી બેઠક એવા સમયે થઈ રહી છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

ડિફેન્સ એટેચી વિદેશમાં ભારતીય દૂતાવાસ સાથે જોડાયેલા એવા અધિકારીઓ હોય છે કે જેઓ સંરક્ષણલક્ષી બાબતો સાથે જોડાયેલા મામલાને જોવે છે. ડિફેન્સ એટેચી સંરક્ષણ સંબંધો ધરાવતા દેશોમાં જ તેનાત રહેતા હોય છે.

મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી ચુક્યા છે કે સુરક્ષાદળોને હુમલાનો જવાબ આપવા માટે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.

એક સૈન્ય અધિકારીએ કહ્યુ છે કે બેઠકમાં પાકિસ્તાનની સીમા પર પરિસ્થિતિ સહીતના તમામ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાવાની છે. આ સિવાય સરકાર કેટલાક મહત્વના સુરક્ષાલક્ષી પડકારોને લઈને ડિફેન્સ એટેચીની પ્રતિક્રિયા લેશે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ તેનાત ભારતના ડિફેન્સ એટેચી પણ આ બેઠકમાં સામેલ થવાના છે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં ભારત અને ચીનની સરહદી સ્થિતિની સાથે ભારતના પાડોશની સાથે જોડાયેલા જીઓ-પોલિટિકલ અને જીઓ-સ્ટ્રેટજીક મુદ્દાઓ પર પણ ચર્ચાવિચારણા થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પુલવામા એટેકની કોર્ટના નિરીક્ષણમાં તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી કરી નામંજૂર

ઑસ્કરમાં ભારતનો વાગ્યો ડંકો: પહેલા દિલ જીતનારી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પીરિયડ એન્ડ ઓફ સેંટેન્સે હવે જીત્યો એવોર્ડ