1. Home
  2. ગુજરાતી
  3. નીતા અંબાણી ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા
નીતા અંબાણી ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા

નીતા અંબાણી ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન પામનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા

0
  • નીતા અંબાણીએ મેળવી નવી સિધ્ધિ
  • અમેરીકામાં મેળવી મોટી ઉપ્લબ્ઘી
  • મ્યૂઝિયમના પ્રથમ ભારતીય માનદ ટ્રસ્ટી બન્યા નીતા અંબાણી
  • સંસ્કૃતિનો વારસો જાળવવાનું કાર્ય નીતા અંબાણીના શીરે
  • આ મ્યૂઝિયમ 149 વર્ષ જુનુ છે
  • મ્યૂઝિયમમાં 5 હજારથી વધુ કલાકૃતિઓનો સંગ્રહ છે

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ અમેરીકામાં મોટી ઉપ્લબ્ઘિ મેળવી છે,વાત જાણે એમ છે કે નીતા અંબાણીને ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સ્થાન મળવા પામ્યું છે,તે સાથે જ નીતા અંબાણી મ્યૂઝિયમની પ્રથમ ભારતીય માનદ ટ્રસ્ટી બની છે,મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટ મ્યૂઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ  મામલે જાણકારી આપી હતી.

આ સાથે જ ડેનિયલ બ્રોડસ્કિએ કહ્યું કે, “નીતા અંબાણીની મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટ પ્રતી પ્રતિબધ્ધતા અને ભારતની કલા-સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું ખરેખરમાં અસાઘારણ છે,નીતા અંબાણીની મદદથી મ્યૂઝિયમની કલાના અઘ્યયન અને પ્રદર્શનની ક્ષમતાઓમાં ઘણો ફાયદો થયો,તેમનું  બાર્ડમાં સ્વાગત કરવું ઘણી ખુશીની વાત છે”.તે સાથે જ આ વાતથી પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા નીતા અંબાણીએ કહ્યું કે,આ સમ્માન મને ભારતની વિરાસત અને કલા સંસ્કૃતિ માટે મારા પ્રયત્નને બે ગણો કરવા માટે પ્રેરીત કરે છે.

એશિયાના સૌથી ઘનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહ્યા છે,તેઓ દેશમાં રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ ઉપરાંત નીતા અંબાણી છેલ્લા કેટલાક વર્ષથી મેટ્રોપૉલિટન મ્યૂઝિયમની પ્રદર્શન કરનારાને સહકાર આપી રહ્યા છે,ત્યારે ઉલ્લેખનીય છે કે આ મ્યૂઝિયમ અમેરીકાનું સૌથી મોટુ આર્ટ મ્યૂઝિમ છે,જે 149 વર્ષ જુનુ છે,અહિ વિશ્વની 5 હજાર વર્ષ જુની-પ્રાચીન કલાકૃતિઓનો પણ સંગ્રહ કરવામાં આવ્યો છે,આ મ્યૂઝિયમમાં દર વર્ષે લાખો લોકો મુલાકાત માટે આવતા હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.