in ,

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ ‘સિટ’એ મિનીસ્ટ ઓફ એક્સટર્નલ એફેર્સ સમક્ષ રિપોર્ટ કર્યો રજૂ

  • ગુમ સગીરાઓ અંગે વિગતવાર રિપોર્ટ અપાયો
  • પોલીસે નિત્યનંદિતાની પાસપોર્ટની વિગતો મેળવી
  • નિત્યાનંદ વર્ષ 2016થી કર્ણાટક રાજ્યમાંથી ગુમ

અમદાવાદઃ શહેરના છેવાડે નિત્યાનંદ આશ્રમમાંથી બે સગીરાઓ ગુમ થવાના મામલે ખાસ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે અને સિટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. દરમિયાન આશ્રમમાંથી બે સગીરાઓના ગુમ થવા મુદ્દે એસઆઈટીએ મિનીસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ (MEA) સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો છે.

અમદાવાદના આશ્રમમાંથી સગીરાઓ ગુમ થવા મુદ્દે સિટ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસે નિત્યનંદિતાની પાસપોર્ટની વિગતો મેળવી છે. તેમજ પોલીસે ઇમિગ્રેશન વિભાગ પાસેથી પણ વિગતો માંગી છે. આગામી દિવસોમાં પોલીસ વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ વિભાગને આ અંગે માહિતગાર કરશે. નિત્યાનંદ વર્ષ 2016થી કર્ણાટક રાજ્યમાંથી ગુમ છે. નોન બેલેબલ ઓફેન્સ દાખલ થતા નિત્યાનંદે ભારત સહિતના તમામ આશ્રમો છોડયા છે. ત્યારબાદ તમામ આશ્રમોના સંચાલકો સાથે ડિજિટલી નિત્યાનંદ સાથે સંપર્કમાં હોવાનું પોલીસનું અનુમાન છે. તેથી આ મામલે અમદાવાદ જિલ્લા પોલીસની ટીમ કર્ણાટક જઈને તપાસ કરશે. નિત્યાનંદ પર નોંધાયેલા ગુનાની, પાસપોર્ટની વિગત, આશ્રમની વિગત, રેડ કોર્નર નોટીસની વિગતો મેળવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

#મીટૂ-‘ઈન્ડિયન આઈડલ’માંથી અનુમલિક બહાર,સોના મહાપાત્રાએ સોની ટીવી ચેનલને આડે હાથ લેતા કહ્યું કંઈક આવું

VIRAL VIDEO- મરેલા સાંપને દોરડુ બનાવી આ બાળકીઓ કુદી રહી છે દોરડા, જુઓ વીડિયો