1. Home
  2. Political
  3. તેલંગાણાની નિજામાબાદ બેઠક પર 26 હજાર ઈવીએમથી વોટિંગ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવાની શક્યતા
તેલંગાણાની નિજામાબાદ બેઠક પર 26 હજાર ઈવીએમથી વોટિંગ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવાની શક્યતા

તેલંગાણાની નિજામાબાદ બેઠક પર 26 હજાર ઈવીએમથી વોટિંગ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવાની શક્યતા

0

લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 91 બેઠકો પર મતદાન દરમિયાન સૌની નજર તેલંગાણાની નિજામાબાદ બેઠક પર મંડાયેલી છે. આ બેઠક પર રસપ્રદ મુકાબલો થઈ રહ્યો છે. એક તરફ તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવના પુત્રી ટીઆરએસના ઉમેદવાર છે, તો બીજી તરફ તેમની વિરુદ્ધ 178 ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ 185 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉમેદવારોની મોટી સંખ્યાને જોતા તેલંગાણાની નિજામાબાદ બેઠક પર વોટિંગ માટે ચૂંટણી પંચે 26 હજાર ઈવીએમ મંગાવ્યા છે અને તેને કારણે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

તેલંગાણાના મુખ્ય ચૂંટણી કમિશનર રજત કુમારે કહ્યુ છે કે અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓને લખ્યું છે કે અમે નિજામાબાદની કોઈપણ ચૂંટણીમાં સૌથી વધુ સંખ્યામાં ઈવીએમ લગાવ્યા છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ નિજામાબાદની મુલાકાત લે તેવી શક્યતા છે. સૌથી વધુ ઈવીએમ સિવાય નિજામાબાદ લોકસભા મતવિસ્તારે બીજો રેકોર્ડ પણ બનાવ્યો છે. સાધારણ રીતે એક કંટ્રોલ યૂનિટ સાથે ચાર બેલેટિંગ યૂનિટ જોડાયેલા હોય છે. પરંતુ અહીં 12 બેલેટિંગ યૂનિટ જોડવામાં આવ્યા છે.

આમ નિજામાબાદના દરેક પોલિંગ બૂથમાં એક કંટ્રોલ યૂનિટ, 12 બેલેટ યૂનિટ અને એક વીવીપેટ મશની લગાવવામાં આવ્યું છે. આ તમામ દ્વારા ઈવીએમ બને છે. સૂત્રોનું કહેવું છેકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ ગુરુવારે જ નિજામાબાદની મુલાકાત લેવાની છે અને બાદમાં તમામ ઈવીએમને ચૂંટણી પરિણામો બાદ પણ સ્ટ્રોંગ રૂમમાં છ માસ માટે સ્ટોર કરવામાં આવશે.

નિજામાબાદ લોકસભા બેઠક પરથી 178 ખેડૂતો સહીત 185 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેના કારણે અહીં વોટિંગનો ખર્ચ 35 કરોડ રૂપિયાનો થયો છે. સરેરાશ એક લોકસભા બેઠક પર વોટિંગ પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમારે કહ્યુ છે કે નિજામાબાદ લોકસભા મતવિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો આવે છે અને દરેક પર સરેરાશ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ છે. એટલે કે કુલ મળીને 21 કરોડ રૂપિયાનો ખર્ચ આવવો જોઈએ. જો કે નિજામાબાદથી ઉભા રહેલા ઉમેદવારોને જોવામાં આવે, તો અહીં વધુ 15 કરોડ રૂપિયાની જરૂરત છે.

તેલંગાણામાં સત્તારુઢ ટીઆરએસ વિરુદ્ધ ખેડૂતોમાં ગુસ્સો છે. તેને કારણે અહીંથી ટીઆરએસના ઉમેદવાર કે. કવિતા વિરુદ્ધ 178 ખેડૂતોએ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ ખેડૂત પોતાની ઉપજ માટે ટેકાના ભાવ નક્કી કરવામાં નિષ્ફળ રહેવાના મામલે રાજ્યમાં સત્તારુઢ ટીઆરએસ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા હળદર અને જુવાર માટે ટેકાના ભાવ તથા એક હલ્દી બોર્ડની રચના કરવાની માગણી કરવામાં આવી છે અને તેને લઈને નિજામાબાદ સતત સમાચારમાં ચમકતું રહ્યું છે. માનવામાં આવે છે કે મોટા પ્રમાણમાં ખેડૂતોના ચૂંટણી લડવાથી સત્તારુઢ ટીઆરએસની વોટબેંક પ્રભાવિત થવાની શક્યતા છે.

ઘણાં એમપીટીસી અને જિલ્લા પરિષદ પ્રાદેશિક ચૂંટણી ક્ષેત્રની ચૂંટણી પણ લડશે. નિજામાબાદમાં ટીઆરએસ રાજ્યસભાના સદસ્ય ડી. શ્રીનિવાસના પુત્ર ડી. અરવિંદ ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસના એઆઈસીસીસીના સચિવ મધુ યક્ષી ગૌડ પણ અહીંથી ઉમેદવાર છે. તેલંગાણાં લોકસભાની કુલ 17 બેઠકો છે અને તમામ પર ગુરુવારે મતદાન થવાનું છે.

LEAVE YOUR COMMENT