1. Home
  2. Regional
  3. ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઃ 15 પૈકી 7 ડેમ ખાલી
ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઃ 15 પૈકી 7 ડેમ ખાલી

ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યાઃ 15 પૈકી 7 ડેમ ખાલી

0

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. રાજ્યના મોટાભાગના જળાશયોના તળીયા દેખાય રહ્યાં છે. દરમિયાન ઉત્તર ગુજરાતના 15 પૈકી 7 ડેમમાં પાણી ઉપલબ્ધ નથી. જયારે 8 ડેમમાં માત્ર 7.76 ટકા જ પાણી બચ્યું છે. જેથી ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો રહે તેવી શકયતા છે.

ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ બેસે તેવી શકયતાઓ છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં નહીવત પાણી વચ્યું છે. ઉત્તર ગુજરાતના 15માંથી 8 ડેમમાં 253.55 અબજ લિટર પૈકી 138.30 અબજ લિટર પાણી વપરાશલાયક છે. તેમજ માત્ર ડેડ સ્ટોરેજ જેટલું પાણી બચ્યું હોય તેવા 7 ડેમમાંથી અરવલ્લીના વાત્રક ડેમમાં અત્યારે પાણીનું ટીપું પણ વધ્યું નથી. લાંક ડેમમાં 0.40 ટકા અને જવાનપુરા ડેમમાં 6 ટકા પાણી ડેડ સ્ટોરેજનું બચ્યું છે. ધરોઇ ડેમમાં 17.24 ટકા  ઉપયોગલાયક પાણીનો જથ્થો છે. જ્યારે દાંતીવાડા ડેમમાં 21.11 અબજ લિટર, મુક્તેશ્વરમાં 12.49 % અને સીપુમાં 7.53 % પાણી વપરાશલાયક છે. ગુહાઇ ડેમમાં 11.93 ટકા, માઝુમ ડેમમાં      36.62 ટકા, હાથમતીમાં 10.54 ટકા પાણી છે.

ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યાને લઈને સરકાર દ્વારા હાલ ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યાં છે. હજુ એકાદ મહિના બાદ રાજ્યમાં વરસાદ પડે તેવી શકયતો હોવાથી ઉત્તર ગુજરાતની પાણીની પરિસ્થિતિને લઈને ખેડૂતો ચિંતિત બન્યાં છે. જેથી લોકો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે.

LEAVE YOUR COMMENT