1. Home
  2. ગુજરાતી
  3. હવે ગૂગલ ભારતીય વેપારીઓને આપશે આ ખાસ સુવિધા
હવે ગૂગલ ભારતીય વેપારીઓને આપશે આ ખાસ સુવિધા

હવે ગૂગલ ભારતીય વેપારીઓને આપશે આ ખાસ સુવિધા

0
  • ગૂગલે ભારતમાં વેપારીઓને લોન આપવાની કરી જાહેરાત
  • ગૂગલ ભારતીય વેપારીઓને આપશે લોન
  • ગૂગલ પેની બિઝનેસ એપ દ્વારા આપવામાં આવશે લોન

જોકે ગૂગલની પકડ ભારતીય બજારમાં પહેલેથી છે, પરંતુ ગૂગલ પે લોન્ચ થયા બાદ ભારતના નાણાંકીય બજારમાં ગૂગલની પકડ ઘણી મજબૂત થઈ ગઈ છે. તેની ઘૂસણખોરીને વધુ મજબૂત બનાવવા માટે ગૂગલે ભારતમાં વેપારીઓને લોન આપવાની જાહેરાત કરી છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું છે કે લોકોને ગૂગલ પેની બિઝનેસ એપ્લિકેશન દ્વારા લોન આપવામાં આવશે.

લોન ઉપરાંત કંપનીએ સમગ્ર દેશ માટે ગૂગલ પેમાં નિયરબાય સ્ટોર્સ ફીચર રજૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા આ ફીચરને વર્ષની શરૂઆતમાં ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ અને પૂણેમાં લોન્ચ કરવામાં આવી હતી. ગૂગલે કહ્યું છે કે લોન ફીચર ટૂંક સમયમાં ગૂગલ પે ફોર બિઝનેસ એપમાં જારી કરવામાં આવશે. આ એપ્લિકેશન હાલમાં ભારતમાં 30 લાખથી વધુ વેપારીઓ ઉપયોગ કરે છે.

વર્ષ 2018 માં ગૂગલે ગૂગલ પે એપ્લિકેશનમાં પૂર્વ મંજૂરીવાળી લોન સુવિધા આપી હતી. આ માટે ગૂગલે ભારતમાં ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા જેવી બેન્કો સાથે ભાગીદારી કરવાની વાત કરી હતી.

ગૂગલ માટે નજીકના નિયર બાયસ્ટોર્સ ફીચર દ્વારા દુકાનદારો અથવા વેપારીઓ દુકાન સ્ટોક, દુકાન ખોલવાના સમય અને સામાજિક અંતર જેવી હવે ગૂગલ ભારતીય વેપારીઓને આપશે આ પ્રકારની ખાસ સુવિધા જાહેર કરી શકશે. આ બધી માહિતી ગૂગલ એપમાં પિન દ્વારા પણ દેખાશે. ગૂગલે કહ્યું છે કે તે ગૂગલ મેપ પિન દ્વારા કરવામાં આવેલા ક્લિક્સ, કોલ્સ માટે સપ્ટેમ્બર 2020 સુધી વેપારીઓ પાસેથી કોઈ પૈસા લેશે નહીં

દેવાંશી

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.