REGIONALગુજરાતી

સુરતમાં ડ્રેનેજની સફાઈ માટે હવે મનપા રોબોટ વસાવશે

  • રોબોટ 25 ફુટ સુધી કરશે સફાઈ
  • કેરળમાંથી ખરીદવામાં આવશે સફાઈ રોબોટ

અમદાવાદઃ ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજની સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારના ગુંગળામણથી મોતની ઘટનાઓ બને છે. ત્યારે હવે આવી ઘટનાઓ અટકાવવા માટેની દિશામાં સુરત મનપાએ કવાયત તેજ કરી છે. સુરત મનપા ડ્રેનેજની સફાઈ કામગીરી માટે ખાસ રોબોટ વસાવશે. કેરળ સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ રોબોટની ખરીદી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં વર્ષ 2013થી મેન્યુઅલ સ્કેવેન્જિગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતા ગુજરાતમાં અવાર-નવાર ડ્રેનેજની સાફસફાઈ માટે ઉતરતા સફાઈ કામદારોના ગુંગળામણથી મોતની ઘટના સામે આવે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરત મનપાએ ટેકનોલોજીની મદદથી ડ્રેનેજની સફાઈ માટેનું આયોજન કર્યું છે. સુરત મહાનગરપાલિકા ડ્રેનેજ-મેનહોલની સફાઈ માટે હવે રોબોટની ખરીદી કરશે. મનપા કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ રોબોટની ખરીદી કરશે. આ રોબોટ 25 ફૂટની ઉંડાઈ સુધી સફાઈ કરી શકે છે.