Important StoriesREGIONALગુજરાતી

હવે અમદાવાદમાં રહેતા લોકો ચેતી જજો- માસ્ક નહી પહેરો તો રુપિયા 500નો ફટકારાશે દંડ

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો
  • માસ્ક પહેરયા વગર ફરતા લોકોને 500નો દંડ ફટકારાશે
  • પહેલા આ દંડની કિમંત 200 હતી જે હવે વધારવામાં આવી
  • લોકો સતર્ક બને અને સાવચેત રહે તે માટે દંડની રકમ વધારાઈ

સમગ્ર દેશ કોરોનાના કહેરમાં જજુમી રહ્યો છે,ત્યારે રાજદ્યના મહાનગર અમનદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે,જેને લઈને તંત્ર દ્રારા અનેક પગલાઓ ભરવામાં આવતા હોય છે,ત્યારે આ પહેલા અમદાવાદલ શહેરમાં માસ્ક ન પહેરનારાઓ સામે રુપિયા 200નો દંડ વસુલ કરવામાં આવતો હતો જો કે હવે આ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

હવે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.આ મુજબ માસ્ક વગર ફરતા લોકોને રુપિયા 500નો દંડ ફટકારવામાં આવશે.

હાલ અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધવાની સાથે સાથે લોકો માસ્ક વગર પણ ફરતા જોવા મળે છે,ત્યારે જનતાના હિત માટે તંત્ર દ્રારા માસ્ક વગર ફરતા લોકો પાસે દંડની રકમ વધારીને 500 કરવામાં આવી છે,જેના પગલે લોકો માસ્ક પહેરે અને સુરક્ષિત રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે જ જો અમદાવાદ શહેરમાં પાનના ગલ્લા પર થૂંકનારાઓ સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે,બીજા એક નવા નિયમ પ્રમાણે પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી દંડ વસુલ કરવામાં આવશે।, જે મુજબ 10,000 રૂપિયા દંડ માલિકે ચુકવવાનો રહેશે, આ ઉપરાંત જાહેરમાં કોઈ પણ થૂંકતું પકડાશે કે જોવા મળશે તો તેવા લોકોને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

કોરોના જેવી મહામારી સામે લડત આપવા તંત્ર અનેક વાર આવા નિર્ણયો લેતું હોય છે,જો કે જનતા તેનુ પાલન ન કરે એટલે છેવટે તંત્રએ સખ્ત થવું પડે છે,જો પહેલા જ દરેક લોકો માસ્ક પહેરીને શહેરમાં ફરતા થયા હોત તો તંત્રને આ દંડની રકમ વધારવાની જરુર જ ન પડી હોત.હવે જનતા ચેતે અને જાહેરમાં માસ્ક વગર બહાર ન આવે તે જરુરી છે.

સાહીન-

Related posts
REGIONALગુજરાતી

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી…
INTERNATIONALગુજરાતી

આ સોનાના હીરા જડીત માસ્કની કિંમત સાંભળીને તમારા ઉડી જશે હોઁશ - કરોડોની કિમંતનું આ માસ્ક વિશ્વનું સૌથી મોંધુ માસ્ક

વિશ્વનું સૌથી મોંઘુ માસ્ક ઈઝરાયલમાં માસ્કની કિંમત અંદાજે 11 કરોડ સફેદ અને કાળા રંગના હિરાથી બનાવવામાં આવ્યું છે આ માસ્ક 18 કેરેટ…
REGIONALગુજરાતી

કોરોના મહામારી, માસ્ક નહીં પહેનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ…

Leave a Reply