1. Home
  2. revoinews
  3. હવે બદલાયો દેશનો ‘બોડી માસ્ક ઈન્ડેક્ષ’ – મહિલાઓ માટે 55 કિલો અને પુરુષ માટે 65 કિલો થયો આદર્શ વજન- લંબાઈમાં પણ કરાયા ફેરફાર
હવે બદલાયો દેશનો ‘બોડી માસ્ક ઈન્ડેક્ષ’ – મહિલાઓ માટે 55 કિલો અને પુરુષ માટે 65 કિલો થયો આદર્શ વજન- લંબાઈમાં પણ કરાયા ફેરફાર

હવે બદલાયો દેશનો ‘બોડી માસ્ક ઈન્ડેક્ષ’ – મહિલાઓ માટે 55 કિલો અને પુરુષ માટે 65 કિલો થયો આદર્શ વજન- લંબાઈમાં પણ કરાયા ફેરફાર

0
  • હવે બદલાયો  દેશનો બોડી માસ્ક ઈન્ડેક્ષ
  •  મહિલા માટે 55 કિલો અને પુરુષ માટે 65 કિલો થયો આદર્શ વજન
  • પુરુષ માટે 5 ફૂટ 8 ઇંચ અટેલ કે 177 સે.મીની લંબાઈ આદર્શ ગણાશે
  •   સ્ત્રી માટે 5 ફૂટ 3 ઇંચ એટલે કે, 162 સે.મી નક્કી કરવામાં આવી

હૈદરાબાદ:- રાષ્ટ્રીય પોષણ સંસ્થાએ હવે દેશમાં મહિલાઓ અને પુરુષો માટેના આદર્શ વજનમાં થોડો ફેરફાર કર્યો છે. . હવે દેશનો બોડી માસ ઇન્ડેક્સ બદલાઈ ગયો છે, હવેથી આ નવા નિયમો મુજબ, બંનેના આદર્શ વજનમાં પાંચ કિલોનો વધારો કરવામાં આવ્યો છે.

બોડી માસ્ક ઈન્ડેક્ષની જો વાત કરીએ તો દસ વર્ષ પહેલાં પુરુષ માટેનું આદર્શ વજન 60 કિલો રાખવામાં આવ્યું હતું  જે વધારીને 65 કિલો કરવામાં આવ્યું છે.પહેલા મહિલાઓ માટે આદર્શ વજન 50 કિલો રાખવામાં આવ્યું હતું જે હવેથી 55 કિલો કરવામાં આવ્યું છે.

બોડી માસ્ક ઈન્ડેક્ષ એટલે શું

BMI એ એક લોકપ્રિય શબ્દ છે, જેના દ્વારા તે નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિના શરીર પ્રમાણે કેટલું વજન અને ઊંચાઈ હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ નિર્ધારિત ધોરણ કરતા વધારે હોય તો તે શરીર માટે યોગ્ય માનવામાં આવતું નથી.

શા માટે બોડી માસ્ક ઈન્ડેક્ષમાં કરાયો ફેરફાર

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું  દેશના બીએમઆઈમાં એટલા માટે ફેરફાર કરવામાં આવ્યો છે કે ભારતીયોના પોષક તત્ત્વોના પ્રમાણમાં વધારો થયો છે. આ વર્ષના સર્વેમાં ગ્રામીણ લોકોનો પણ  સમાવેશ કરાયો છે, જ્યારે દસ વર્ષ પહેલા માત્ર શહેરી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મહિલા-પુરુષની આદર્શ લંબાઈમાં પણ થયા ફેરફાર

આ સાથે જ મહિલાઓ અને પુરુષોની લંબાઈને લઈને પણ થોડા ફેરફાર કરાયા છે, પુરુષ માટે આદર્શ લંબાઈ 5 ફુટ 6 ઇંચ અને સેન્ટી મિટરમાં કહીએ તો 171 સે.મી રાખવામાં આવી હતી  જ્યારે સ્ત્રી માટે 5 ફૂટ એટલે કે 152 સેન્ટી મિટર રાખવામાં આવી હતી. પરંતુ હવે આ લંબાઈના જુના માપ પણ વધારવામાં આવ્યા છે જે હેઠળ નવા નિયમ પ્રમાણે પુરુષ માટે 5 ફૂટ 8 ઇંચ અટેલ કે 177 સે.મીની લંબાઈ આદર્શ ગણાશે અને સ્ત્રી માટે 5 ફૂટ 3 ઇંચ એટલે કે, 162 સે.મી નક્કી કરવામાં આવી છે

આ સાથે જ રેફરેન્ડ આયુમાં પણ બદલાવ કરવામાં આવ્યો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનએ વિતેલા દિવસ સોમવારે જાહેર કરેલા પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, ભારતીયો માટે પોષક આહાર અને અંદાજિત સરેરાશ આવશ્યકતાની ભલામણોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દેશમાં મહિલાઓ અને પુરુષોની રેફરેન્સ આયુમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

હવે વર્ષ 2010 માં 20-39 ના બદલે હવે 19-39 કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, વર્ષ 1989ની એક  નિષ્ણાત સમિતિમાં ફક્ત બાળકો અને કિશોરોના વજન અને લંબાઈનો જ સમાવેશ કરવામાં આવ્યો  છે. આ ઉપરાંત, 2010 ની સમિતિએ દસ રાજ્યોના નમૂનાઓ જ લીધા હતા.

 

સાહીન-

LEAVE YOUR COMMENT