1. Home
  2. ગુજરાતી
  3. હવે ગુડ્સ ટ્રેન પણ દોડશે બે એન્જિન પર- 12 હજાર હોર્સ પાવર ક્ષમતાનું એન્જિન બનાવનાર ભારત છઠ્ઠો દેશ
હવે ગુડ્સ ટ્રેન પણ દોડશે બે એન્જિન પર- 12 હજાર હોર્સ પાવર ક્ષમતાનું એન્જિન બનાવનાર ભારત છઠ્ઠો દેશ

હવે ગુડ્સ ટ્રેન પણ દોડશે બે એન્જિન પર- 12 હજાર હોર્સ પાવર ક્ષમતાનું એન્જિન બનાવનાર ભારત છઠ્ઠો દેશ

0
  • ભારત 12 હજાર હોર્સ પાવર ક્ષમતાનું એન્જિન બનાવનાર છઠ્ઠો દેશ
  • ગુડ્સ ટ્રેન પણ ચાલશે બે એન્જિન પર

સામાન્ય રીતે એક એન્જિન પર ચાલતી માલગાડીઓ જ્યારે એન્જિન ખરાબ થતા હોય ત્યારે રસ્તામાં રોકી દેવામામં આવે છે ત્યાર બાદ બીજુ એન્જિન લાવવું કે કોઈ બીજા સરળ રસ્તો શોધવો ત્યા સુધી સમય વેડફાતો હોય છે પરંતુ હવે માલગાડીના એન્જિનમાં જો ખરાબી આવશે તો સમય વેડફાશે નહી કારણ કે હવે ગુડ્, ટ્રેન બે એન્જિન વડે દોડશે.

આપણા દેશનું સૌથી શક્તિશાળી અને 12 હજાર હોર્સ પાવરનું રેલવે એન્જિન બુધવારના રોજ ભોપાલના હબીબગંજ સ્ટેશન આવી ચૂક્યું છે.આ એન્જિનની ખાસ વાતચ એ છે કે, ટ્રેનના એક એન્જિનમાં જો ખરાબી આવે તો આપમેળે જ ટ્રેન તરત બીજા એન્જિન પર દોડવા લાગે છે. જેના કારણે ગુડ્સ ટ્રેનનો સમય બચશે.

આ ખાસ એન્જિનને આપણા જ દેશમાં મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે, આ ક્ષમતાવાળું એન્જિન બનાવનાર ભારત દેશ વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો છે,આ ખાસ એન્જિન સંપૂર્ણપણે એસી છે.

શું છે આ ખાસ એન્જિનની ખાસિયતો

  • આ ખાસ એન્જિનને 60027 નંબર અપાયો છે
  • આ એન્જિન લેટેસ્ટ IGBT આધારિત, 3-ફેઝ ડ્રાઈવ અને 12 હજાર હોર્સ પાવરનું ઈલેક્ટ્રિક એન્જિન છે
  • 120 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે
  • એન્જિન બનાવવાનું કાર્ય ઓક્ટોબર 2017માં મધેપુરા ફેક્ટરીમાં શરૂ કરવામાં આવ્યું હતું
  • આ પહેલાં ફ્રાન્સથી 5 એન્જિન ભારત લાવવામાં આવ્યા અને તે દરેકે એસેમ્બલ કરવામાં આવ્યા
  • આ એન્જિન બનાવવામાં લગભગ 19 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે
  • સંપૂર્ણ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવવામાં આવ્યો છે
  • હવે બિહારના મધેપુરામાં દર વર્ષે 120 એન્જિન બનાવવા માટે ફેક્ટરી તૈયાર થઈ રહી છે.

આ ખાસ એન્જિનથી શું થશે ફાયદા

  • આ ખાસ એન્જિનથી ભારતીય રેલવેની રેલવેના માલ આવન જવન અને પહોંચાડવાની ક્ષમતામાં વધારો થશે.
  • 22.5 ટનના એક્સેલ લોડના ટ્વિનસ એન્જિનને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે 25 ટન સુધી અપગ્રેડ કરવામાં આવી શકે છે.
  • આ એન્જિન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે કોલસા રેલગાડીના આવાગમન માટે એક ગેમ ચેન્જર સાબિત થશે.
  • તેમાં લગાવેલ સોફ્ટવેર અને એન્ટિના દ્વારા તેના જીપીએસ પર નજર રાખી શકાશે
  • નવા એન્જિનને ટ્રાયલ માટે સમગ્ર દેશના અલગ અલગ રેલવે ડેપો પર મોકલવામા આવશે.
  • હેવી ગુડ્સ ટ્રેનનું સંચાલન આ એન્જિનના માધ્યમથી સરળ બનશે
  • હવે ગુડ્સ ટ્રેનનું એક એન્જિન ખરાબ થશે તો આપમેળે બીજા એન્જિન પર ટ્રેન દોડવા લાગશે.

(sahin)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.