- આ ત્રણેય કંપનીઓ મર્જ થવા જઈ રહી છે
- ગ્રાહકનો મળતો ફાયદાઓ રહેશે યથાવત
- ત્રણ વિમા ઈન્સ્યોરન્સ કંપની મળીને એક જ કંપની બનશે
- આજની કેબિનેટની બેઠકમાં નિર્ણય આવશે
દેશની ત્રણ સોથી મોટી સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનિઓના વિલયને લઈને આજે રચવામાં આવેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય આવી શકે છે,સરકાર નેશનલ ઈન્સ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને એક સાથે લાવીને એક જ કંપની બનાવવા જઈ રહી છે.
આ ત્રણેય કંપનીના વિલય બાદ આ એક કંપની દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની બની જશે,નાણામંત્રાલયે હાલમાં આ બાબતે કેબિનેટ નોટ રજુ કરી છે,ઉલ્લેખનીય છે કે પ્રીમિયમના હિસાબથી આ ત્રણેય કંપનીઓને ભેગી કરીને 25 ટકાનો પ્રીમિયમનો ભાગ માત્ર આ ત્રણ જ કંપનીઓમાંથી આવે છે.આ ત્રણેય કંપનીના વિલય બાદ સરકાર આ ત્રણેય કંપનીને રોજબરોજની જરુરિયાતને પુરી કરવા માટે 12,500 કરોડ રુપિયા આપશે.
આ કંપનીઓ પાસે સંયૂક્ત રીતે 9 હજાર 243 કરોડ રુપિયાની સંપત્તી છે તે સાથે જ ટોટલ કર્મચારોની જો સંખ્યાની વાત કરવામાં આવે તો હજાર કર્મીઓ છે જે દેશભરમાં આવેલી 6 હજારથી વઘુ કંપનીઓના કાર્યાલયમાં કાર્યરત છે.આ પંકનીઓને લઈને એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે,ત્રણેય કંપનીના વિલ્ય બાદ બનનારી સંયૂક્ત એકમ દેશની સૌથી મોટી ખાનગી જીવન વિમા કંપની સાબિત થશે જેની કિંમત 1.25 કરોડથી લઈને 1.5 કરોડ રુપિયા હશે.
આ ત્રણેય સરકારી જનરલ આન્સ્યોરન્સ કંપનીઓના માર્કેટમાં 200થી વઘુ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ છે,જેમની માર્કેટમાં ભાગીદારી 35 ટકા છે,સરકારી સાઘારણ વિમા કંપનો પાસે અંદાજે 8 હજાર જેટલી બ્રાંચ છે.આ બાબતે એક્સપર્ટનું કહેવું છે કે,આ નિર્ણયથી ગ્રાહકો પર કોઈ ખાસ અસર નહી પડે,તેમને લીઘેલી પોલિસી પર મળનારા ફાયદાઓ યથાવત જ રહેશે, ઉપરાંત તે સાથે જ તેમને બીજી કેટલીક સુવિઘાઓ પણ મળી શકે છે.
તે ઉપરાંત જો ત્રણેય કંપનીઓમાંથી માત્ર એક જ કંપની વિમા પોલિસી સાથે કોઈ ખાસ સુવિઘા કે ઓફર આપે છે તો આ ત્રણેય કંપનીના વિલય પછી અન્ય બે કંપનિના ગ્રાહકોને પણ આ સુવિઘા ઉપ્લબ્ઘ કરાવવામાં આવશે ,જેમ કે સરકાર નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીની કોી ખાસ સુવિઘા છે તો આ સુવિઘા ઓરિએન્ટલ ઈન્ડિયા ઈન્શોરન્સ કંપની અને યૂનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીના ગ્રાહકો પમ મેળવી શકશે.