REGIONALગુજરાતી

બનાસકાંઠામાં માલગઢ ગામમાં મકાન ધરાશાયી થતા એકનું મોત

  • વૃદ્ધા સહિત ચાર વ્યક્તિઓને થઈ ઈજા
  • ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયાં
  • પરિવાર 25 વર્ષથી કાચા મકાનમાં રહેતો હતો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠાના માલગઢ ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વૃદ્ધા સહિત ચાર વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

 પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના માલગઢ ગામના જોધપુરીયા ઢાણીમાં પઢિયાર પરિવાર 25 વર્ષથી કાચા મકાનમાં રહે છે. દરમિયાન વરસાદના કારણે અચાનક મકાન ધરાશાયી થતા પરિવાર દટાતા ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું . આ ઘટના બનતા આસપાસના લોકોએ દોડી જઇ રેસ્ક્યૂ કરી અંદર દટાયેલા લોકોને બહાર કાઢયા હતા. ઘાયલોને તત્કાલિક 108 દ્વારા ડીસા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે જેમાં માતા ગોમતીબેન નારણજી પઢીયાર (ઉ.વ. 70)ને બે પગને ફેક્ચર થયું હતું અને જ્યારે અન્ય એક ભરતભાઇ નારણજી પઢીયાર (ઉ.વ.37) નાઓને માથાના ભાગે ખીલો લાગવાથી ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર કરી પાલનપુર રેફર કરવામાં આવ્યા હતા. જોકે પાલનપર પહોંચતા સારવાર દરમિયાન જ યુવકનું કરુણ મોત નિપજ્યું હતું.

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply