1. Home
  2. Regional
  3. બનાસકાંઠા હત્યાકાંડમાં ઘરના મોભીનું મોત
બનાસકાંઠા હત્યાકાંડમાં ઘરના મોભીનું મોત

બનાસકાંઠા હત્યાકાંડમાં ઘરના મોભીનું મોત

0

ડીસાઃ બનાસકાંઠાના કુંડા ગામમાં એક પરિવારના ચાર સભ્યોની તિક્ષણ હથિયારના ધા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે ઘરના મોભીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું પણ મોત થયા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. બીજી તરફ હજુ પોલીસને આ કેસમાં કોઈ ચોક્કસ કડી મળી નથી. જેથી પોલીસની તપાસ માટે પણ ચૌધરી સમાજમાં રોષ ફેલાયો છે. પોલીસ ઘરના મોભી ભાનમાં આવે તેની રાહ જોઈને બેઠી હતી. જેથી તેમની પૂછપરછમાં કોઈ મહત્વની કડી મળે. પરંતુ તેમનું પણ અવસાન થયા પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લાખાણી તાલુકાના કુંડા ગામમાં કરસનભાઈ ચૌધરીના ચાર સભ્યોની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં અણવીબેન પટેલ, પુત્ર ઉકાજી પટેલ, પુત્ર સુરેશ પટેલ અને પુત્રી અવની પટેલનાં મોત થયા હતા. જ્યારે કરસનભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવને પગેલ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ગામમાં ઉમટી પડ્યાં હતા.

ઘરની દિવાલ ઉપર રૂ. 21 લાખની ઉઘરાણી અને કેટલાક લોકોના નામ લખ્યા હોવાથી કરસનભાઈએ હત્યાકાંડ સર્જીને ઝેરી દવા પીધી હોવાની શકયતાઓ વ્યક્ત થઈ હતી. જો કે, પોલીસની આ થીયરી સામે ચૌધરી સમાજમાં રોષ ફેલાયો હતો. ઘરના તમામ સભ્યોની હત્યા કરાઈ હોવાનું જણાવીને યોગ્ય તપાસની માંગણી કરી હતી.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ દિશામાં તપાસ આરંભી છે. તેમજ દિવાલ ઉપર જેમના નામ લખ્યા હતા તેમની પૂછપરછ માટે ચક્રોગતિમાન કર્યા છે. પોલીસને આ કેસમાં હજુ સુધી મહત્વની કોઈ કડી મળી નથી. ગંભીર રીતે ઘાયલ કરસનભાઈ ભાનમાં આવ્યા બાદ તેમના નિવેદનના આધારે સમગ્ર ઘટનનો ભેદ ઉકેલાવાની શકયતા હતી. પોલીસ પણ ઘરના મોભીના ભાનમાં આવવાની રાહ જોઈ રહી હતી. દરમિયાન તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. જેથી હત્યાકાંડમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. બીજી તરફ દિવાલ ઉપર લખવામાં આવેલા નામો વ્યાજખોરોના હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની પણ પૂછપરછ કરી છે.

LEAVE YOUR COMMENT