in , , ,

એક દેશ- એક ચૂંટણી પર વિભાજીત થયો વિપક્ષ! વાંચો પીએમ મોદીની બેઠકમાં કોણ આવશે- કોણ નહીં આવે?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર એક દેશ એક ચૂંટણીના મુદ્દા પર આગળ વધી રહી છે. બુધવારે પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. તેમાં દરેકની સાથે ચર્ચા કરવામાં આવશે. પરંતુ આ બેઠકથી પહેલા જ વિપક્ષમાં આને લઈને કોઈ સંમતિ સાધી શકાઈ નથી. કોંગ્રેસે બેઠકથી પહેલા વિપક્ષની બોલાવી મીટિંગને પણ રદ્દ કરી છે.

પીએમ મોદીની બેઠકમાં કોણ થશે સામેલ?

જનતાદળ સેક્યુલરમાંથી કુપેન્દ્ર રેડ્ડી

એનસીપીમાંથી શરદ પવાર

અકાલી દલમાંથી સુખબીરસિંહ બાદલ

જેડીયુમાંથી નીતિશ કુમાર

વાઈએસઆર કોંગ્રેસમાંથી જગનમોહન રેડ્ડી

બીજેડીમાંથી નવીન પટનાયક

ટીઆરએસમાંથી કેસીઆરના પુત્ર કેટીઆર

આપમાંથી રાઘવ ચઢ્ઢા

પીએમ મોદીની બેઠકમાં નહીં આવે?

કોંગ્રેસ

ટીડીપી

ટીએમસી

બીએસપી

સમાજવાદી પાર્ટી

જે નહીં આવી શકે…

ડીએમકેમાંથી એમ. કે. સ્ટાલિન

શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે

 વિપક્ષામાં પીએમ મોદીની સર્વપક્ષીય બેઠકમાં વન નેશન-વન ઈલેક્શન મુદ્દે સામેલ થવા કે નહીં થવા પર વિપક્ષમાં એકતા દેખાઈ રહી નથી. કોંગ્રેસના સાથીપક્ષો જેડીએસ અને એનસીપી બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં એક દેશ – એક ચૂંટણી સિવાય પણ ઘણાં મુદ્દાઓ પર વાત થવાની છે. 2022માં ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી લેશે, તેને મોદી સરકાર ભવ્ય રીતે ઉજવવા માંગે છે. તેના સંદર્ભે તમામ પક્ષો સાથે વાત થવાની શક્યતા છે. તેની સાથે જ મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણી અને સંસદની કાર્યવાહી સુચારુપણે ચલાવવાને લઈને પણ બેઠકમાં પીએમ મોદી વાત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

હિંદીમાં શપથ લેનારા કેરળના કોંગ્રેસી સાંસદને સોનિયા ગાંધીએ આપ્યો ઠપકો!

લોકસભામાં પ્રધાનનું એ ભાષણ, જેના પર મોદી-રાહુલ-સોનિયા ખૂબ હસ્યા