in ,

ગુજરાતનું એક એવું ગામ કે જ્યા,દરેક ઘરમાંથી એક દિકરો દેશની રક્ષામાં સૈન્ય તરીકે જોડાયો છે- ગામની માટીમાં જ દેશભક્તિની સુવાસ છે

સાહીન મુલતાની

  • ગુજરાતનું  ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ
  • ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે
  • પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે
  • આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે
  • વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો
  • યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ

સામાન્ય રીતે દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક ભણે-ગણે અને કોઈ સારી પોસ્ટ પર નોકરી મેળવીને લગ્ન કરી ઠરીઠામ થઈ જાય.પરંતુ ગુજરાત રાજ્યમાં આવેલા બનાસકાંઠા જીલ્લાના ગામ ‘મોટા’માં દરેક માતા પિતાની ઈચ્છા કંઈક જુદી જ હોય છે,અહી ગામના માતા-પિતા પોતાના પુત્રને આર્મીની સેવામાં જોવાની ઈચ્છા ઘરાવતા હોય છે.

જી,હા આ ગામના દરેક ઘરમાંથી એક કે એકથી વઘુ પુત્રો આર્મી કે બીએસએફમાં ફરજ બજાવતો જોવા મળતો હોય છે જે આ ગામની ખાસીયત કહી શકાય,અને એટલે જ ગુજરાતના આ ‘મોટા’ નામક ગામને ‘આર્મીમેન’ કે ‘શુરવીરો’નું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંદાજે 5 હજારની વસ્તી ઘરાવતા આ  ગામની રગેગરમાં દેશ ભક્તિ વહેતી જોવા મળે છે,ગામની માટીમાં જ  જાણે દેશની સેવાની સુગંઘ પ્રસરી હોય તેવું જોવા મળી આવે છે.આ ગામમાંથી અત્યાર સુઘી યુવાનો અને નિવૃત્ત થયેલા દેશ જવાનોની સંખ્યા 800થી પણ ઉપરનો આંકડો વટાવે છે.આ ગામ આર્મી મેન કે શુરવીરોનું ગામ તરીકે ઓળખાય છે એનું કારણે એ જ છે કે,અહી ગામના પ્રત્યેક ઘરમાંથી કોઈને કોઈ તો દેશની સેવામાં જોડાયેલું જોવા મળે જ છે,જે પછી આર્મી સેવા આપતો હશે કે બીએસએફમાં ફરજ બજાવતો હશે.

આ ગામના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો જ્યારે નવાબોનું રાજપાટ હતું ત્યારે પણ ગામના 50થી વઘુ યુવાનો નવાબની સેનામાં કાર્યરત થતા,ત્યાર બાદ વર્ષ 1976માં ‘મોટા’ ગામના હરિસિંહ પરમાર અને ભૂપત સિંહ રાજપૂત નામના બે યુવાઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા અને તેઓ કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર વિજય મેળવવાના સાક્ષી બન્યા.

આ બન્ને યુવાનો નિવૃત્ત થઈને જ્યારે ગામમાં પાછા વળ્યા ત્યારે તેમણે ગામના પ્રત્યેક યુવાનોમાં દેશભક્તિ જગાવી હતી,ત્યાર બાદ યુવાનોમાં રહેલી દેશ દાઝ બહાર આવી,બન્ને યુવાઓ એ દેશ પ્રત્યેની અનહદ લાગણીઓ સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવાનું તથા શારીરિક તાલીમ આપવાનું શરુ કર્યું . બસ ત્યારથી આ ગામમાંથી અનેક યુવાનો દેશની સેવામાં જોડાવા લાગ્યા અને આજ દિન સુઘી આ કાર્યપ્રણાલી શરુ જ છે.

ગામની સરકારી શાળાનું નામ પણ  શહીદ બહાદુર સિંહ છે, જ્યા ગામના બાળકો શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દેશની સેવા કરવાના માર્ગે આગળ વઘે છે,જો હાલના સમયની વાત કરવામાં આવે તો આજની તારીખમાં આ મોટા ગામમાંથી 350 જેટલા યુવાનો દેશની સરહદ પર પોતાના પરિવારથી દુર રહીને દેશના લોકોની રક્ષા કરી રહ્યા છે,પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે,મહત્વની વાત તો એ છે કે,આ ગામના યુવાનોને કોઈ જ ફોર્સ કે જબરદસ્તી કરવામાં આવતી નથી તેઓ સ્વેચ્છાએ દેશની રક્ષા કરવા માટે દેશસેવામાં જોતરાય છે.

આ ગામના કેટલાક પરિવારની તો છેલ્લી ત્રણ પેઢી  દેશ સેવામાં જોતરાયેલી છે,5 હજારની વસ્તીમાં 700 થી 800 જેટલા યુવાનો અલગ અગલ જગ્યાએ દેશની સેવામાં જોડાયેલા છે, સરકાર તરફથી બહાર પડતી ભરતીમાં જોડાવા માટે ગામના યુવાનો વહેલી સવારે જાગીને દોડવાની તથા કસરત કરવાની જવાબદારી જાતે જ ઉપાડે છે.અને જ્યારે પણ કોઈ સરકારી ભરતી દેશસેવા માટેની બહાર પડે, એટલે  યુવાનો તેમાં ઝંપલાવે છે અને પોતે વર્ષોથી જે દોડવાની અને કસરક કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે જેને કારણે તેઓને દેશની સેવા કરવામાં પસંદ થવામાં સફળતા મેળવે છે.

આ ગામના જે યુવાનો દેશની સરહદે સુરક્ષાની તૈનાતીમાં છે તેઓ રજા પર ગામમાં પરત આવે છે ત્યારે અહીના બીજા યુવાનોને ટ્રેનિંગ આપીને સખ્ત બનાવે છે,જેથી કરીને આવનારી ભરતી તેઓ માટે સરળ રહે.તેઓ આર્મીમાં જે રીતે ટ્રેન થયા હોય તે જ રીતે ગામના યુવાનોને ટ્રનિંગ આપે છે.

આ ગામમાં પ્રવેશતા જ જાણે એવો અનુભવ થાય છે કે આપણે કોઈ આર્મી કેમ્પ કે પછી બીએસએફના કેમ્પમાં આવી ગયા છે,ગામના કોચ દ્રારા દરેક યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે,આ ગામના યુવાનો કેટલાક તો એવા પણ છે કે, જેઓ 12મા ઘોરણમાં સાયન્સમાં 80થી ઉપર ટકા મેળવીને આર્મીમાં જોડાયા હોય,ગમે તેટલા હોશિયાર હોવા છંત્તા પણ તેઓ બીજી નોકરી સાથે ન જોડાતા દેશની સેવામાં જ જોડાવવાનું પસંદ કરે છે.જો આવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ ડોક્ટર કે પછી સરકારી અન્ય નોકરીમાં જઈ શકે,પરંતુ અહીના લોકોની રગેરગમાં કુટી-કુટીને દેશ ભક્તિ ભરેલી છે,તેઓ ગમે તે અભ્યાસ કરે છેવટે તેમનું કાર્ય દેશની રક્ષા કરવાનું જ હોય છે.

આજ ગામનો એક યુવાન બળદેવ સિંહ જે વર્ષ 2007મા 15મી ઓગસ્ટના દિવસે જ જમ્મુના પુલવામાના મીઠા ગામમાં આંતકવાદીઓ સામે લડત આપતા શહીદી ઓરી ગયો હતો.જેણે 5 થી 6 આતંકીઓને ઠાર માર્યા હતા અને પછી પોતાને આંખના ભાગમાં ગંભીર રીતે ગોળી વાગતા શહીદ થયો હતો.આજે પણ તેની માતા પોતાના પુત્રને યાદ કરતા દુખી તો થાય છે પરંતુ તેનાથી વઘારે તેમને પુત્ર પર ગર્વ મહેસુસ થાય છે.

આ ગામ આજે પણ આર્મીમેન તરીકે જાણીતું છે,અહીની ઘુળમાં જ જાણે દેશભક્તિ ભળેલી છેદરેક માતા પોતાના દિકરાના શહીદ થવા પર ગર્વ અનુભવે છે અને દુખ ત્યારે અનુભવે છે કે જ્યારે કોઈ કારણો કે સંજોગો સર પોતાનો દિકરો આર્મીમાં કે દેશની સેવામાં સિલેક્ટ થતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે જૈન ધર્મના વિવિધ મંત્રો, સ્તોત્રો પર જ્ઞાનસત્રનું આયોજન

એક કલાકારે ઇલેક્ટ્રિક સૉકેટની અંદર બનાવ્યું ઘર, તમે પણ જોઇને દંગ રહી જશો