REGIONALગુજરાતી

ગુજરાતમાં જળસંકટના એંધાણઃ જળાશયોમાં માત્ર 30 ટકા પાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલુ વર્ષે પ્રથમ રાઉન્ડ બાદ વરસાદ ખેંચાતા સરકાર અને ખેડૂતો ચિંતામામાં મુકાયા છે. પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતા જળાશયોમાં નવા પાણીની આવક થઈ હતી. રાજ્યના લગભગ 205 જેટલા જળાશયોમાં હાલ માત્ર 30 ટકા જેટલું પાણી છે. જ્યારે સારાષ્ટ્રના ડેમોમાં હાલ માત્ર 7.24 ટકા જેટલું પાણી છે. હવે ગુજરાતમાં વરસાદ નહીં વરશે અને જળાશયોમાં નવા પાણીની આવક નહીં થાય તો રાજ્યમાં આગામી દિવસોમાં જળસંકટની સ્થિતિ ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં માત્ર 24 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના સરેરાશ વરસાદની સામે માત્ર 6.27 ટકા, ઉત્તર ગુજરાતમાં 18.34 ટકા, સૌરાષ્ટ્રમાં 19.30 અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 31 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો હોવાથી કચ્છમાં આગામી દિવસોમાં દુષ્કાળની સ્થિતિ ઉભી થવાની શકયતા છે.

રાજ્યમાં વરસાદ ઓછો થવાને કારણે જળાશયોમાં હજુ પુરતું પાણી આવ્યું નથી અને મોટાભાગનાં ડેમોનાં તળીયા ઝાટક છે. 17 જુલાઇની સ્થિતિએ રાજ્યનાં કુલ 205 ડેમોમાં તેની કુલ સંગ્રહ ક્ષમતાની સામે માત્ર 30 ટકા પાણી છે. સૌરાષ્ટ્રનાં 139 ડેમોમાં માત્ર 7.24 ટકા, કચ્છના 20 ડેમોમાં 8.66 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 12.43 ટકા પાણી અને દક્ષિણ ગુજરાતનાં 13 ડેમોમાં 16.39 ટકા પાણી હાલ સંગ્રહિત છે. ચાલુ વર્ષે ચોમાસામાં પુરતો વરસાદ નહીં વરસ્યો હોવાથી એક પણ ડેમ છલકાયો નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 50 ટકા જેટલુ પાણી હાલ ઉપલબ્ધ છે. જો હવે રાજ્યમાં સારો વરસાદ નહીં થાય અને જળાશયોમાં નવા પાણીની આવક નહીં થાય તો આગામી દિવસો વધારે આકરા રહેવાની શકયતા છે.

Related posts
NATIONALREGIONALગુજરાતી

ભૂકંપથી ધ્રુુજી ભારતની ધરા, પાંચ મહિનામાં 413 વખત આવ્યા આંચકા

દિલ્હીઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. દરમિયાન પાંચ મહિનાના સમયગાળામાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભૂકંપના 413…
Uncategorized

વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ગુજરાતના ભાવનગરમાં બનશે

અમદાવાદઃ સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ બનાવવામાં આવશે. ભાવનગરમાં આ સીએનજી ટર્મિનલ બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપી…
REGIONALગુજરાતી

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ વચ્ચે બનશે રોપ-વે, કામગીરી કરાઈ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે…

Leave a Reply