1. Home
  2. Regional
  3. ઝાલોદમાં જમીન બચાવવા ખેડૂતો બન્યાં આક્રમકઃ હાઈવેની કામગીરીનો કર્યો વિરોધ
ઝાલોદમાં જમીન બચાવવા ખેડૂતો બન્યાં આક્રમકઃ હાઈવેની કામગીરીનો કર્યો વિરોધ

ઝાલોદમાં જમીન બચાવવા ખેડૂતો બન્યાં આક્રમકઃ હાઈવેની કામગીરીનો કર્યો વિરોધ

0

દાહોદઃ ઝાલોદ તાલુકામાંથી ભારતમાલા પરિયોજના હેઠળ દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવે નંબર 148 પસાર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પરિયોજના હેઠળ 13 ગામના ખેડૂતોની જમીન જતી હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તેમજ જમીન બચાવવા માટે આક્રમક બનીને તીર-કામઠા સહિતના હથિયારો સાથે દેખાવો કર્યા હતા. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે નંબર 148 ઝાલોદ તાલુકામાંથી પસાર થાય છે. આ યોજના હેઠળ તાલુકાના 13 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જાય છે. દરમિયાન કેન્દ્ર સરકારના અધિકારીઓ દ્વારા મુણધા ખાતે કોરિડોરના પિલ્લર ફિકસીંગ અને માપણી કરવા આવવાના હોવાની જાણ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. તેમજ ખેડૂતો પરિવાર સાથે ધારિયા, તલવારો અને તીર-કામઠા લઈને મુણધા ગામે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરતાં માહોલ ગરમાયો હતો.  કોરિડોરના અધિકારીઓ પિલ્લર ફિકસીંગ અને માપણી કાર્યવાહી આવ્યા નહીં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ખેડૂતો દ્વારા આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવંતુ બનાવવામાં આવશે.

સ્થાનિક આગેવાન કાળુભાઈ ડામોરે જણાવ્યું હતું કે, અધિકારીઓ બારોબાર હદબાણ નક્કી કરવા પથ્થરો રોપશે તો અમે તેને ઉખાડી ફેકીશું. ખેડૂતોની ખેતીની જમીન બચાવવા માટે હવે આક્રમક આંદોલન કરવું પડશે તો તે પણ કરીશું.

tags:

LEAVE YOUR COMMENT