in , ,

પાકિસ્તાન આતંકવાદનો ઉદ્યોગ વિકસાવી ભારત પર હુમલાઓ કરાવે છે-વિદેશ મંત્રી જયશંકર

  • અલગાવવાદી કાશ્મીરમાં શાંતિનો ભંગ કરી શકે છે- EAM
  • કાશ્મીરમાંથી હટાવી પાબંઘીઓ,સ્થિતિ સામાન્ય-જયશંકર
  • પાકિસ્તાન ચલાવી રહ્યું છે આતંકવાદનો બિઝનેસ-એસ જયશંકર
  • વિદેશી પત્રકારો પણ આવી શકશે કાશ્મીર

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે,પાકિસ્તાને પોતાના ત્યા આતંકવાદનો ઉદ્યોગ વિકસિત કર્યો છે અને ભારત પર હુમલો કરાવવા માટે આતંકવાદીઓને મોકલે છે,તેવા સંજોગામાં પાકિસ્તાન સાથે વાતચીત કઈ રીતે શક્ય છે.

ફ્રાંસના એક પ્રમુખ સમાચાર પત્ર લા મોંદે સાથેની વાતચીત દરમિયાન જયશંકરે એમ પણ કહ્યું કે,કાશ્મીરમાં પરિસ્થિતિ અનુકુળ થવાની સાથે જ વિદેશના પત્રકારોને ત્યા જવા માટેની પરવાનગી મળી જશે,અલગાવવાદીઓ તેમના જવાથી કાશ્મીરમાં અશાંતિ ફેલાવી શકે છે.

કાશ્મીર 5 ઓગસ્ટના રોજથી વિશ્વ સાથેના વ્યવહારથી કપાઈ ગયું, શું તે આગળ પણ જારી રહેશે,તેના જવાબમાં મંત્રીએ કહ્યું કે ,કપાઈ ગયુ નહી કહી શકીએ,જ્યારે અમે 5 ઓગસ્ટના રોજ  બદલાવનું એલાન કર્યું ત્યારે તેના વિરોઘમાં અલગાવવાદી તત્વો તરફથી હિંસા અને અશાંતિ ફેલાવવાના ડરને કારણે પાબંઘિઓ કરવામાં આવી હતી,જો કે ઘીરે ઘીરે એ તમામ પાબંઘીઓ હટાવવામાં આવી છે અને હવે પરિસ્થિતિ સામાન્ય જોવા મળે છે.ટેલિફોન સેવાઓ અને  મોબાઈલ સેવો પમ શરુ કરવામાં આવી ચૂકી છે.

શું કાશ્મીરમાં વિદેશી પત્રકારો જઈ શકે છે,તેના સવાલના જવાબ પર વિદેશ મંત્રીએ કહ્યું કે,આ વિશે કોઈ સમય આપી નથી શકાતો,પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે જ તેઓ ત્યા જઈ શકશે,અમે નથી ઈચ્છતા કે તેમની હાજરીમાં સમસ્યાઓ સર્જાય,અલગાવવાદી લોકો તેમની હાજરીનો ફાયદો ઉઠાવી શકે છે,તેઓ અશાંતિ ફેલાવી શકે છે.

પાકિસ્તાન સાથે ખરાબ સંબંઘને લઈને જયશંકરે કહ્યું કે,કેટલાક વર્ષોથી  સંબંઘો મુશ્કેલ છે,કારણ કે ખાસ રીતે પાકિસ્તાન આતંકવાદીઓનો ઉદ્યોગ વિકસાવી રહ્યો છે,અને ભારત પર હુમલો કરવા માટે આતંકવાદીઓને મોકલી રહ્યા છે,પાકિસ્તાન પોતે  પરિસ્થિતિ સામે ઈનકાર નથી કરતું.

તેમણે વઘુંમા કહ્યું કે,કયો દેશ આવા પાડોશી દેશ સાથે વાતચીત કરશે કે, જે તેના વિરુદ્ધ આતંકવાદની સરેઆમ કવાયત કરતો હોય.જો તમારા પડોશીએ એવું કર્યું તો, શું તમે એવો દેખાવો કરશો કે બઘું ઠીક છે,.આપણાને એવા કાર્યોની જરૂર છે જે સહકારની સાચી ઇચ્છા દર્શાવે. ઉદાહરણ તરીકે, પાકિસ્તાનમાં રહેતા ભારતીયો આતંકી પ્રવૃત્તિઓમાંથી વંચિત હતા,અમે પાકિસ્તાનને કહી રહ્યા છે કે તેઓને  અમારા હવાલે કરો.

ચીની ડ્રેગન ને ભારતીય હાથીના સાથે આવવાના સવાલ પર વિદેશમંત્રીએ કહ્યું કે, બંને દેશો માનવજાતિના ઇતિહાસમાં ખૂબ જ વિશેષ રહ્યા છે, આજે તેઓ ફરી એકવાર વિશ્વની બાબતોમાં પોતાનું સ્થાન લઈ રહ્યા છે. આ એક મજબુત સમાનતા છે કારણ કે જ્યારે આપણે વિશ્વના પુનઃર્નિર્માણની વાત કરીએ ત્યારે તે ઘણી વાર એશિયા સાથે હોય છે, અને એશિયામાં તે ભારત અને ચીન સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સુપ્રીમ કોર્ટનું કેન્દ્રને સૂચન – દિલ્હીમાં પ્રદૂષણ નાથવા એર પ્યોરિફાયર ટાવર લગાવવાનું માળખું તૈયાર કરો

Essar builds ferry terminal at Hazira; SSR Marine to operate passenger service