1. Home
  2. ગુજરાતી
  3. બોર્ડર પર માહોલ ગરમાયોઃ-ભારતે આપેલી દિવાળી મીઠાઈનો પકિસ્તાને સ્વીકાર કર્યો નહી
બોર્ડર પર માહોલ ગરમાયોઃ-ભારતે આપેલી દિવાળી મીઠાઈનો પકિસ્તાને સ્વીકાર કર્યો નહી

બોર્ડર પર માહોલ ગરમાયોઃ-ભારતે આપેલી દિવાળી મીઠાઈનો પકિસ્તાને સ્વીકાર કર્યો નહી

0

પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું,જેના વળતા જવાબમાં ભારતીય સેનાના જવાનો એક્શનમાં આવતા અનેક આતંકીઓના ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા જેને લીને પાકિસ્તાન બોખલાય ચૂક્યુ છે.જેના કારણે ભારત તરફથી બોર્ડર પર દરવર્ષે મીઠાઈ એક્સચેન્જ થાય છે તે આ વર્ષે નથી થઈ.જેને કારણે બોર્ડર પરનો માહોલ ગરમાયો છે.

સુત્રોની વાત જો માનવામાં આવો તો પ્રોટોકોલના અંતર્ગત દરેક વર્ષે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન દિવાળી પર અનેક ઓફિસોમાં મીઠાઈ મોકલાવે  છે. પાકિસ્તાનની આઈએસઆઈ એ પહેલા પ્રોટોકોલનું સ્વાગત કરતા મીઠાઈનો સ્વીકરા કર્યો,પરંતુ પછીથી તે મીઠાઈ પરત કરી હતી, આઈએસઆઈ એ પાકિસ્તાનની ખુફિયા એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેનો દબદબો છે.

ઇસ્લામાબાદના આઈએસઆઈ અધિકારી જ નહી પરંતુ સરહદ પરના પાકિસ્તાની રેન્જર્સ પણ આ વખતે ભારત દ્વારા આપવામાં આવેલી મીઠાઇઓનો સ્વીકાર નથી કર્યો. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી બંને દેશો વચ્ચે સ્થિતિ સારી નથી રહી અને પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક કામ કરી રહ્યું છે.

પાકિસ્તાનની હરકતનો જવાબ ભારતીય સેનાઓ આપ્યો

આ અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના તંગધાર વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા  સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનો અને સ્થાનિક રહીશોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનના આ કાવતરાના જવાબમાં ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં ઘણા આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના સૈનિકો ઠાર મરાયા.

જો કે,ભારતની આ કાર્યવાહી પર પાકિસ્તાન સતત આ દાવાનો અસ્વીકાર કરી રહ્યું છે. મંગળવારે પાકિસ્તાની સેના કેટલાક વિદેશી પત્રકારો અને અધિકારીઓને નીલમ વેલીમાં લઈ ગઈ હતી, જ્યાં તે વિસ્તારોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત માટે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને આ સમય દરદિમાય સરહદ પર કોઈ પણ પગલા ન લેવા માટે અપીલ કરી હતી, જેને ભારતીય સેનાએ સ્વીકારી હતી. જો કે  મંગળવારના રોજ બપોરે પાકિસ્તાને જ પોતાનું વચન તોડ્યું હતું અને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.