REGIONALગુજરાતી

ભારતીય જળસીમામાંથી 3 બોટ સાથે 17 માછીનારોનું પાકિસ્તાને કર્યું અપહરણ

  • પાકિસ્તાન મરીન સિક્યુરીટીની દખલગીરી વધી
  • 15 દિવસમાં અપહરણની ત્રીજી ઘટના

અમદાવાદઃ ભારતીય જળસીમામાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તન મરીન સિક્યુરીટી એજન્સીની ચાંચિયાગારી વધી છે. એટલું જ નહીં અવારનવાર ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ માછીમારી કરતા 17 ભારતીય માછીમોરનું 3 બોટ સાથે અપહરણ કર્યું હતું. આ માછીમારો ભારતીય જળસીમાં માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીઓ આવી પહોંચી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જળસીમા વિસ્તારમાં ભારતીય માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની ટીમ બોટમાં આવી હતી. તેમજ બંદુકના નાળચે 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. આ ત્રણ પૈકી એક બોટ પોરબંદરની હોવાનું જાણવા મળે છે. જેમાં પાંચ માછીમારો માછીમારી કરતા હતા. આ ઉપરાંત અન્ય બે બોટ ઓખા અને દ્વારકાની હોવાનું જાણવા મળે છે. ભારતીય માછીનારોના અપહરણની ઘટનાને પગલે અન્ય માછીમારોમાં નારાજગી ફેલાઈ છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ છેલ્લા 15 દિવસમાં 3 વખત ભારતીય માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે.

Related posts
REGIONALગુજરાતી

ગુજરાત સરકાર એકશનમાં, હવે રોજના કોરોનાના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ…
REGIONALગુજરાતી

અમદાવાદમાં માસ્ક વગર પહેલા જ દિવસે 484 લોકોને રૂ. એક હજારનો દંડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે સરકારે માસ્ક નહીં પહેરવા બદલ દંડમાં વધારો કરીને રૂ. એક હજાર કર્યો છે અને તેનો અમલ મંગળવારથી…
REGIONALગુજરાતી

છોટાઉદેપુરમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન, કોવીડ સેન્ટરમાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાણીતી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી સ્થિત કોવીડ સેન્ટરમાં આગ લાગવાની…

Leave a Reply