in , ,

પાકિસ્તાનનું નવું પેતરું – કહ્યું, ‘જાઘવ મામલે પાકિસ્તાની વકિલ જ વકીલાત કરી શકશે ‘

પાકિસ્તાન પોતાનાની હરકતોથી બહાર નથી આવી રહ્યું,દરેક બાબતે પાકિસ્તાન નવા પેંતરા જમાવતું રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની બાબત હોય કે પછી વિશ્વભરમાં ભારત સામે 370 વિરુઘ મોરચો માંડવાની વાત હોય,જો કે દરેક મુદ્દે પાકિસ્તાને માતનો સામનો કર્યો છે,ત્યારે હવે પાકિસ્તાનની જેલમાં બંઘ ભારતીય નાગરિક કુલભૂષણ જાઘવના મામલે પાકિસ્તાનનું શેતાની દિમાગ નવું પેતરું આજમાવી રહ્યુ છે,પાકિસ્તાને કહ્યું કે,જાઘવના મામલામાં આગળ થનારી તમામ કાર્યવાહીમાં તેમનો પક્ષ પાકિસ્તાની કોર્ટમાં જ રાખવામાં આવશે,મળતી માહિતી પ્રમાણે ભારત સામે શરત રાખતા પાકિસ્તાને કહ્યું કે,તેઓ પાકિસ્તાનના જ કોઈ વકીલને આ  મામલે પાવર ઓફ એટર્ની આપવામાં આવે.

જાઘવ બાબતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ પછી મળેસી કૉન્સુલર એક્સેસ દરમિયાન જોઘવએ ભારતીય ઉચ્ચાયોગને આ મામલામાં પોતાનો પક્ષ રાખવાનો અઘિકાર આપવામાં આવ્યો હતો,છેલ્લા મહિનામાં પાકિસ્તાની સેનાએ કરેલા એક ટ્વિટમાં કહ્યું હતું કે,કુલભૂષણ જાઘવ માટે સમીક્ષા અને પુનઃવિચાર માટે જુદા જુદા કાયદાકીય વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્ય છે, અને છેલ્લી સ્થિતિ સમય મુજબ જણાવાશએ.

વિતેલા મહિનામાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ‘આ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેટલાક સંદેશા વ્યવહાર ચાલી રહ્યા છે અને નવી દિલ્હી સાથેની રાજદ્વારી ચેનલો દ્વારા તાત્કાલિક, અસરકારક અને અવિરત’ કોન્સ્યુલર પ્રવેશ માટે ભારત વિનંતી કરે છે.આ વર્ષની શરુઆતમાં હેગ સ્થિત અદાલતના ન્યાયમૂર્તિ જાકુલને વિયના કન્વેંશન ઓન વિયના કન્વેંશનના અનુચ્છેદ 36 હેઠળ જાઘવને પ્રેવશ પુરો પાડવાના આદેશ આપ્યા બાદ આતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારતને એક મોટી રાજનતિક જીત મળી.

ભારતનું કહેવું છે કે,જાઘવનું ઈરાન અને નવી દિલ્હી પાસેથી પાકિસ્તાની એજન્સીઓ દ્રારા અપહરણ કરવામાં આવ્યું હતું.અને 25 માર્ચ વર્ષ 2016ના રોજ પાકિસ્તાની અઘિકારીઓ દ્રારા તેમની કસ્ટડીમાં હોવાના સમાચાર મળ્યા હતા,ત્યાર બાદ વર્ષ 2017મા ઈસ્લામાબાદે ઘોષણા કરી હતી કે એક સેન્ય અદાલતે તેમને મોતની સજા સંભળાવી છે.

(સાહિન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAB: Now, a US panel wants curbs on Amit Shah!

ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરોના પ્રયાસઃ 2 વર્ષમાં રૂ. 252 કરોડનો દારૂ પકડાયો