in , , ,

“પાલક પનીર મલાઈ કોફ્તા” – હેલ્ઘી અને ટેસ્ટી,ખુબ જ ઓછી મહેનત અને થોડી જ મિનિટોમાં રેડી

સાહીન મુલતાની

સામગ્રી

  • 250 ગ્રામ -પાલક (બાફીને ક્રશ કરેલી)
  • 250 ગ્રામ- પનીર (જીણું ખુરચેલું)
  • 4 ચમચી- બેસન શેકેલું
  • સ્વાદ મુજબ- મીઠૂં
  • 4 નંગ-લીલા મરચા
  • 2 ચમચી – લાલા મરચાનો પાવડર
  • 2 ચમચી – ઘાણાજીરુ પાવડર
  • 2 ચમચી – ગરમ મસાલો
  • 1 નંગ – ટામેટૂં મોટુ
  • 1 નંગ- ડુંગરી મોટી
  • 1 નાનો ટુકડો – આદુ
  • 1 ચમચી – જીરુ
  • અડધી ચમચી- હરદળ
  • 2 ચમચી- મલાઈ
  • 10થી 12 નંગ –લસણની કળી
  • તેલ

કોફ્તા બનાવવાની રીતઃ– સૌ પ્રથમ પનીરને જીણું-જીણું ખુરચી લો,ત્યાર બાદ તેમાં શેકેલો ચણાનો લોટ અને સ્વાદ મુજબ ,લાલ મરચુ ,ગરમ મસાલો,ધાણાજીરોનો પાવડર,મીઠૂં બરાબર મિક્સ કરીને લોટ બાંઘવો ત્યાર બાદ તેના નાના-નાના ગોળા બનાવીને તેલમાં તળીલો.

પાલક મલાઈ કોફ્તા બનાવવાની રીતઃ– સૌ પ્રથમ ડુંગરી,ટામેટા અને લસણ અને લીલા મરચાને મિક્સરમાં જીણું ક્રશ કરીલો, ત્યાર બાદ પાલકને બાફીને તેને પણ મિક્સરમાં જીણી ક્રશ કરીલો,હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ લાલ કરો,હવે તેમાં ટામેટા-કાંદા અને લસણની તૈયાર કરેલી ગ્રેવી નાંખીને તેલ છુટુ પડે ત્યા સુઘી બરાબર સાંતળવા દો,હવે આ સાંતળેલી ગ્રેવીમાં લાલ મરચુ, મીઠૂં,ઘાણા જીરાનો પાવડર,ગરમ મસાલો,હરદળ નાંખીને સાંતળી લો,હવે ગ્રેવી સંતળાય ગયા બાદ તેમાં ક્રશ કરેલી પાલક ઉમેરીને બે ચમચી મલાઈ ઉમેરી મિક્સ કરીલો,હવે આ મિશ્રણ થોડુ ઉકળે એટલે તેમાં તૈયાર કરેલા કોફ્તા એડ કરીને બરાબર મિક્સ કરી લો, હવે ગેસ પરથી કઢાઈ ઉતારી લો

એક પ્લેટમાં આ પાલક પનીર મલાઈ કોફ્તાને કાઢીને તેને મલાઈ કે ક્રીમ વડે ગાર્નિશ કરો,તૈયાર છે તમારું ગરમા ગરમ પાલક પનીર મલાઈ કોફતા,રોટલી કે પરોઠા સાથે તમે ટ્રાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Commonwealth nations will honour Mahatma Gandhi and Sardar patel

‘પરિક્ષા પર ચર્ચા 2020’ -પીએમ મોદીની વિદ્યાર્થીઓ સાથે પરિક્ષા અંગેની ચર્ચા