- રોગચાળો અટકાવવા મનપાના પ્રયાસો
- કમળાના 40 અને ટાઈફોઈડના 79 કેસ
અમદાવાદઃ રાજ્યની મેગાસિટી અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ છતા રોગચાળો અટકવાનું નામ નથી લેતો. શહેરમાં સાત દિવસ દમિયાન ડેન્ગ્યુના 96 કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના સાત, ઝાડા-ઉલ્ટીના 112 અને ટાઈફોઈડના 79 કેસ સામે આવ્યાં છે.
અમદાવાદમાં નવેમ્બર મહિનામાં ડેંગ્યુના 793 કેસ નોંધાયા હતા. જ્યારે નવેમ્બર 2018માં 332 કેસ નોંધાયા હતા. નવેમ્બર મહિનામાં ઝાડા ઉલ્ટીના 468 સામે આવ્યા હતા. જ્યારે ડિસેમ્બર મહિનાના સાત દિવસમાં કમળાના 40, ટાઈફોઈડના 79 કેસ નોંધાયા છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2924 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્લોરિન ગોળીઓનું વિતરણ, પાણીના નમૂનાની તપાસ કરાઈ હતી. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે હજારોની સંખ્યામાં પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે.