in ,

પાટણમાં તબીબ પિતા-પુત્રના સેક્સકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ 2400થી વધારે મહિલાઓનો કરાવ્યો ગર્ભપાત

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં પાટણમાં લંપટ ડોકટરના પિતા-પુત્રની કામલીલાનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી પોલીસે તેમની ધરપકડ કરીને તપાસ કરતા રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન વાસનાના ભુખ્યા તબીબ મહેન્દ્ર મોદીએ 2400થી વધારે મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં મહિલા દર્દી સાથેનો તબીબની કામગીરીના વીડિયો વાયરલ થતા ખળભળાચ મચી ગયો હતો. તેમજ આ વીડિયો પાટણના તબીબ પિતા-પુત્ર મહેન્દ્ર મોદી અને કિસાન મોદીનો હોવાનું સામે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. તેમજ લોકોએ તેમના દવાખાના ઉપર હોબાળો મચાવ્યો હતો. તેમજ બજારો બંધ કરીને વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ લંપટ પિતાપુત્રને મારી મારી પુત્રનું મુંડન કરાવ્યું હતું. સમગ્ર પ્રકરણ પોલીસ મથક પહોંચતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસની તપાસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે.

પોલીસે તેમના દવાખાનામાં તપાસ કરતા ગર્ભ નિરોધક વસ્તુઓ અને બિભત્સ સાહિત્ય સહિતની વસ્તુઓ મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે તબીબના દવાખાનાની તપાસ હાથ ધરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં શસ્ત્રક્રિયાના સાધનો મળી આવ્યા હતા. તેમજ આર્યુવેદિક ડિગ્રી ધરાવતો તબીબ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાના પુરાવા મળી આવ્યા હતા. સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લાં 40 વર્ષોથી ગર્ભપાત કરાવતો હતો. પોલીસ રિમાન્ડમાં ખુદ મહેન્દ્ર મોદીએ આ વાતને કબૂલી છે કે, તેણે 2400 મહિલાઓનો ગર્ભપાત કરાવ્યો હતો. આરોપીની કબુલાતના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતા.

પિતા-પુત્રએ કેટલી મહિલાઓને પોતાની શિકાર બનાવી છે અને કેટલા વીડિયો બનાવીને વાયરલ કર્યા છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે હવસના પુજારી તબીબ પિતા-પુત્રના મોબાઈલ પણ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યાં છે. પોલીસની તપાસમાં આગામી દિવસોમાં નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તબીબ પિતા-પુત્રને આસરી સજાની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં સરકારી આવાસના ફોર્મ લેવા માટે લોકોમાં પડાપડીઃ કમિશનરે શાંતિ જાળવવા કરી અપીલ

સરકાર ખેડૂતોને સિંચાઈ માટે આપશે નર્મદાનું પાણીઃ અષાઢી બીજથી પાણી છોડશે