1. Home
  2. Political
  3. પ્રજ્ઞા ઠાકુરને નિશાન બનાવવાના ચક્કરમાં ભાગલાવાદી યાસિન મલિકના કોંગ્રેસના નેતાએ કર્યા વખાણ!
પ્રજ્ઞા ઠાકુરને નિશાન બનાવવાના ચક્કરમાં ભાગલાવાદી યાસિન મલિકના કોંગ્રેસના નેતાએ કર્યા વખાણ!

પ્રજ્ઞા ઠાકુરને નિશાન બનાવવાના ચક્કરમાં ભાગલાવાદી યાસિન મલિકના કોંગ્રેસના નેતાએ કર્યા વખાણ!

0

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓ અને આતંકવાદીઓના જૂથોના નાણાંકીય પોષણ સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા ભાગલાવાદી જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓના સમર્થક યાસિન મલિકને લઈને કોંગ્રેસના નેતાએ એક મોટી ટીપ્પણી કરી છે.

કોંગ્રેસના નેતા પી. સી. ચાકોએ ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર હુમલો કરવાના ક્રમમાં યાસિન મલિકના વખાણ કરતા કહ્યુ છે કે યાસિન મલિકે જે સાહસ દર્શાવ્યું છે, તેની પ્રશંસા કરવી જોઈએ. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે તે યાસિન મલિકના વિચારો અને કામગીરીનું સમર્થન કરતા નથી.

દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી. સી. ચાકોએ કહ્યુ છે કે જો આરોપી પ્રજ્ઞાસિંહ ઠાકુર ચૂંટણી લડી શકે છે અને ભાગલાવાદના નામ પર દિલ્હી યાસિન મલિકને ગન પોઈન્ટ પર સરન્ડર કરવાનું કહી રહી છે. તેવામાં કોઈપણ પોતાના આત્મસમ્માન માટે પ્રતિકાર કરશે, જેવું કે યાસિન મલિકે કર્યું. તેમણે આગળ એમ પણ કહ્યુ છે કે જો કે અમે યાસિન મલિકની વિચારધારા અને કામગીરીનું સમર્થન કરતા નથી. પરંતુ જેવી રીતે તેણે સાહસ દર્શાવ્યું છે, તેની પ્રશંસા કરવી જોઈએ, કારણ કે નવી દિલ્હી કોઈને ધમકાવી શકે નહીં. ભારત એક લોકશાહી છે.

મહત્વપૂર્ણ છે કે વાયુસેનાના એક કર્મચારીની ગોળી મારીને હત્યા કરવા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદના પુત્રી રુબિયા સઈદનું અપહરણ લગભગ ત્રીસ વર્ષ જૂના મામલામાં ગુરુવારે જેકેએલએફના પ્રમુખ યાસિન મલિક વિરુદ્ધ કેસનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો હતો. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે 2008ના તે આદેશને રદ્દ કર્યો છે કે જેના પ્રમાણે સુનાવણી શ્રીનગર સ્થાનાંતરીત કરવામાં આવી હતી.

જસ્ટિસ સંજયકુમાર ગુપ્તાએ 27 પૃષ્ઠોના પોતાના ચુકાદામાં હાઈકોર્ટની એકલ ખંડફીઠના એ આદેશને પણ રદ્દ કર્યો છે જેનો 1995માં યાસિન મલિક વિરુદ્ધના કેસને સ્થગિત કરવા સિવાય એમ પણ કહ્યુ હતુ કે 25 ઓક્ટોબર-2008ના જમ્મુની વિશેષ ટાડા અદાલતનો આદેશ યોગ્ય ન હતો.

ટાડા અદાલતે કેસને શ્રીનગર સ્થાનાંતરીત કરવાની મલિકની અરજીને સ્વીકારી હતી. યાસિન મલિક હાલ દિલ્હીની તિહાડ જેલમાં છે. તેને એનઆઈએએ આતંકવાદ અને ભાગલાવાદી સંગઠનોને ધન ઉપલબ્ધ કરાવવા સાથે જોડાયેલા મામલામાં એરેસ્ટ કર્યો છે. યાસિન મલિક વિરુદ્ધ આ બંને મામલામાં એક મામલો શ્રીનગર શહેરના બહારી વિસ્તારમાં 25 જાન્યુઆરી-1990ના રોજ વાયુસેનાના એક અધિકારીની હત્યા કરવાનો છે. તો બીજો મામલો 1989માં મુફ્તિ મોહમ્મદ સઈદની પુત્રી રુબિયાના અપહરણ સાથે સંબંધિત છે. સીબીઆઈએ આના સંદર્ભે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-1990માં બે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે દિલ્હીની એક અદાલતે જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદીઓ અને આતંકવાદી સમૂહોના નાણાંકીય પોષણ સંબંધિત એક મામલામાં ધરપકડ કરવામાં આવેલા જેકેએલએફના પ્રમુખ યાસિન મલિકને બુધવારે 24મે સુધી જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અધિક સેશન ન્યાયાધીશ રાકેશ સ્યાલે સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે વીડિયો કોન્ફરન્સ દ્વારા મલિકને રજૂ કરવાની માગણી કરી રહેલા તિહાડ જેલના પ્રશાસનની એક અરજી પર પણ બચાવ પક્ષના વકીલના જવાબની માગણી કરી છે.

અદાલતે મલિકને એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધો છે. કાશ્મીરની એક અદાલતમાંથી એનઆઈએને મલિકની ટ્રાન્ઝિટ રિમાન્ડની મંજૂરી મળ્યા બાદ તેને નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે સીબીઆઈની એક અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. અરજીમાં સીબીઆઈએ ત્રણ દશક જૂના આ મામલાને ફરીથી ખોલવાની અપીલ કરી છે, જેમાં મલિક આરોપી છે.

જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એટલે કે જેકેએલએફના પ્રમુખ યાસિન મલિક પર 1989માં તત્કાલિન ગૃહ પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદને કિડનેપ કરવા બદલ તથા 1990માં ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાનમાં સંડોવણીનો આરોપ છે. જેકેએલએફ પર ગેરકાયદેસર ગતિવિધિ રોકથામ કાયદા હેઠળ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT