1. Home
  2. Political
  3. મહારાષ્ટ્રના સીએમ ફડણવિસના સરકારી આવાસને બીએમસીએ ડિફોલ્ટર ઘોષિત કર્યું
મહારાષ્ટ્રના સીએમ ફડણવિસના સરકારી આવાસને બીએમસીએ ડિફોલ્ટર ઘોષિત કર્યું

મહારાષ્ટ્રના સીએમ ફડણવિસના સરકારી આવાસને બીએમસીએ ડિફોલ્ટર ઘોષિત કર્યું

0

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના સરકારી નિવાસસ્થાનને મુંબઈ મહાનગર પાલિકાએ ડિફોલ્ટર ઘોષિત કર્યું છે. ગત ઘણાં સમયથી પાણીના બિલની ચુકવણી કરવામાં આવી ન હતી. હવે આ મામલા પર રાજનીતિ પણ શરૂ થઈ ચુકી છે. રાજ્યમાં વિપક્ષી પાર્ટી એનસીપીના નેતા જિતેન્દ્ર અવાડેએ કટાક્ષ કરતા કહ્યુ છે કે જો મુખ્યપ્રધાન કહે તો તેઓ તેમનું બિલ ભરી શકે છે.

એનસીપીના નેતાએ મુખ્યપ્રધાન પર કટાક્ષ કરતા કહ્યુ છે કે આ બિલકુલ ઠીક નથી કે રાજ્યના મુખ્ય વ્યક્તિ જ પોતાનું બિલ ચુકવે નહીં અને ડિફોલ્ટર ઘોષિત થઈ જાય. જો મુખ્યપ્રધાન કહે તો તેઓ તેમનું બિલ ભરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે સોમવારે જ એક આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રમાં ઘણાં પ્રધાનો પર બીએમસીનું લેણું બાકી છે. આ લેણું લગભગ આઠ કરોડ રૂપિયા છે. તેમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસના આવાસ પર લગભગ સાડા સાત લાખ રૂપિયાની ચુકવણી કરવાની બાકી છે.

માત્ર મુખ્યપ્રધાન જ નહીં, પરંતુ રાજ્ય સરકારમાં 18 એવા પ્રધાનો છે કે જેમને ડિફોલ્ટર ઘોષિત કરવામાં આવ્યા છે. તેમા શિવસેના-ભાજપ બંનેના કોટાના પ્રધાનો છે અને તેમના ઉપર લાખો રૂપિયાનું લેણું છે. રાજ્યમાં કેટલાક સમય બાદ વિધાનસભા ચૂંટણી થવાન છે, તેવામાં વિપક્ષી પાર્ટીઓને મુખ્યપ્રધાન ફડણવિસ પર કટાક્ષ કરવાનો એક મોકો પણ મળી ચુક્યો છે.

આ મામલામાં શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ જવાબ આપ્યો છે કે આ તપાસનો વિષય છે કે આ બિલો માટે કોણ જવાબદાર છે, બીએમસી અથવા પીડબલ્યૂડી. તેમણે કહ્યુ છે કે આ માત્ર એક ટેક્નિકલ એરર હોઈ શકે છે.

LEAVE YOUR COMMENT