1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં લોકોનો રોડ પર દેખાવ, કોરોનાવાયરસના કેસ અણધારી રીતે વધવાની શક્યતા
અમેરિકામાં લોકોનો રોડ પર દેખાવ, કોરોનાવાયરસના કેસ અણધારી રીતે વધવાની શક્યતા

અમેરિકામાં લોકોનો રોડ પર દેખાવ, કોરોનાવાયરસના કેસ અણધારી રીતે વધવાની શક્યતા

0
  • અમેરિકામાં લોકોનો રોડ પર દેખાવ
  • કોરોનાવાયરસનું સંક્રમણ વધવાની શક્યતા
  • લોકોના પ્રદર્શનથી પ્રશાસન અને નિષ્ણાંતો ચીંતીત

અમદાવાદ:  અમેરિકામાં કોરોનાવાયરસના કેસ તો સતત વધી રહ્યા છે અને હવે અમેરિકામાં અશ્વેત યુવકના મૃત્યુ પછી ન્યાયની માંગ સાથે થતા લોકો દેખાવો કરવા લાગ્યા છે જેના કારણે અમેરિકામાં ફરીવાર કોરોનાવાયરસનું સંકટ વધી શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

અમેરિકામાં આરોગ્ય નિષ્ણાતો કોરોનાવાયરસની બીજી લહેરને લઈને ચિંતિત છે અને મહામારીનો અભ્યાસ કરનારા ચિકિત્સા ઈતિહાસકાર ડૉ. હોવર્ડ મર્કેલના કહેવા પ્રમાણે દેખાવકારોના  વિરોધ પ્રદર્શન બાદ અમેરિકામાં કોરોનાનું જોખમ વધી ગયું છે.

આ પ્રકારના દેખાવો વર્ષ 1918માં ઈન્ફ્લૂએન્ઝા નામની મહામારી પછી ફિલાડેલ્ફિયા અને ડેટ્રોઈટ શહેરમાં થયા હતા. ત્યાર પછી આ બંને રોગના કેસમાં વધારો અણધાર્યો વધારો પણ થયો હતો.

મહત્વનું છે કે અમેરિકામાં હાલ જે રીતે લોકો વિરોધ કરી રહ્યા છે તેમાં લોકો બીંદાસ એક બીજાની નજીક આવે છે અને માસ્ક પણ પહેરતા નથી જેના કારણે સંક્રમણ વધવાની સંભાવના ખૂબ વધી ગઈ છે. વિરોધ દરમિયાન ડ્રોપલેટ અને ખાંસીમાંથી પણ કોરોનાવાયરસ ફેલાવવાની શક્યતા વધી શકે છે અને પોલીસ પણ લોકોને ટીયર ગેસ અને ચીલી સ્પેનો ઉપયોગ કરીને છૂટા પાડવાનો પ્રયાસ કરી રહી છે.

અમેરિકામાં કોરોનાવાયરસના 18 લાખ 59 હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે અને 1 લાખ 6 હજારથી વધારે લોકોના મોત પણ થયા છે. વિશ્વમાં કોરોનાવાયરસના 63 લાખથી વધારે કેસ નોંધાયા છે હવે વધારે ચીંતાનો વિષય બનતો જાય છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.