1. Home
  2. Regional
  3. પેપ્સિકોએ બટાકાનો પાક લેતા ખેડૂતો પર કોપીરાઈટના ભંગના મામલે કર્યો કેસ!
પેપ્સિકોએ બટાકાનો પાક લેતા ખેડૂતો પર કોપીરાઈટના ભંગના મામલે કર્યો કેસ!

પેપ્સિકોએ બટાકાનો પાક લેતા ખેડૂતો પર કોપીરાઈટના ભંગના મામલે કર્યો કેસ!

0

કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ વગેરે બનાવતી બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોએ કેટલાક ગુજરાતી ખેડૂતો પર કેસ કર્યો છે. પેપ્સિકોનો આરોપ છે કે આ ખેડૂત બટાકાની એ જાતનું ઉત્પાદન કરી રહ્યા હતા, તેનાથી લેઝ ચિપ્સ બનાવવામાં આવે છે અને આના ઉપર કંપનીની કોપીરાઈટ છે. આ મામલામાં શુક્રવારે અમદાવાદ કોર્ટમાં સુનાવણી છે. પેપ્સિકોએ નુકસાન માટે 1.05 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની પણ માગણી કરી છે.

તેના પછી લગભગ 190 એક્ટિવિસ્ટોએ કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે તે પેપ્સિકોને આ ખોટો કેસ પાછો ખેંચવાનું કહે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, આ ખેડૂતો પર એફસી-5 પ્રકારના બટાકા ઉગાડવા અને બેચવા માટે કેસ કરવામાં આવ્યો છે. બહુરાષ્ટ્રીય કંપની પેપ્સિકોનો દાવો છે કે વર્ષ-2016માં જ તેને ભારતમાં આ બટાકાના ઉત્પાદનનો ખાસ અધિકાર મેળ્યો છે. એક્ટિવિસ્ટનું કહેવું છે કે ખેડૂતોને કોઈપણ સંરક્ષિત પ્રકારના બીજ વાવવા, ઉગાડવા અથવા વેચવાનો પુરો અધિકાર છે. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સમાં ખેડૂતોને આ અધિકાર પ્રાપ્ત થયેલો છે.

સ્વયંસેવી સમૂહ આશા એટલે કે એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટિક એગ્રિકલ્ચરના એક્ટિવિસ્ટ કવિતા કુરનગતિએ કહ્યું છે કે ખેડૂતોને સંરક્ષિત પ્રકારના બીજનું ઉત્પાદન અને તેના વેચાણનો પુરો અધિકાર છે અને પેપ્સિકો આના પર પોતાનો બૌદ્ધિક સંપત્તિનો દાવો કરી શકે નહીં. એક્ટિવિસ્ટે સરકાર સમક્ષ એવી પણ માગણી કરી છે કે ખેડૂતોને કેસ લડવા માટે નેશનલ જીન ફંડમાંથી નાણાંકીય મદદ આપવામાં આવે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આનાથી બહુરાષ્ટ્રીય કંપનીઓનું મનોબળ વધશે અને તે આગળ આવા અન્ય મામલાને પણ નોંધી શકે છે.

ધ હિંદુના અહેવાલ મુજબ, જે ખેડૂતો પર કેસ કરવામાં આવ્યો છે, તે ત્રણથી ચાર એકરમાં ખેતી કરનારા નાના ખેડૂતો છે. ખેડૂતોનો આરોપ છે કે પેપ્સિકોએ એક ખાનગી જાસૂસી એજન્સીનો સહારો લીધો અને કેટલાક લોકોએ તેમની પાસે સંભિત ખરીદદારના સ્વરૂપે આવીને ગુપ્ત રીકે ખેતીનો વીડિયો બનાવ્યો અને બટાકાના નમૂના લઈ ગયા.

અહેવાલો મુજબ, પેપ્સિકો ઈન્ડિયાની અરજી પર અમદાવાદ સિટી સિવિલ કોર્ટે આ માસની શરૂઆતમાં સાબરકાંઠાના ચાર ખેડૂતો બિપિન પટેલ, છબીલ પટેલ, વિનોદ પટેલ અને હરિભાઈ પટેલને 26 એપ્રિલ સુધીમાં બટાકાના ખાસ પ્રકારને ઉગાડવા અને વેચાણ કરવા પર રોક લગાવી દીધી છે. કોર્ટમાં મામલાની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે એક વકીલને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેથી તે સેમ્પલ લઈને તેના વિશ્લેષણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલે.

અમદાવાદની કોર્ટમાં 26 એપ્રિલે મામલાની આગામી સુનાવણી થવાની છે. આના પેલા 2018માં પણ કંપનીએ અરવલ્લી જિલ્લાના પાંચ ખેડૂતો પ્રભુદાસ પટેલ, ભરત પટેલ, જીતુ પટેલ, વિનોદ પટેલ અને જિગરકુમાર પટેલ વિરુદ્દ કેસ નોંધાવ્યો હતો. આ મામલાની સુનાવણી અત્યાર સુધી અરવલ્લી જિલ્લા કોર્ટમાં ચાલી રહી છે.

LEAVE YOUR COMMENT