REGIONALગુજરાતી

રાજકોટમાં સાતમ-આઠમના મેળામાં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પરંપરાગત મેળાનો આરંભ થયો છે. દરમિયાન રાજકોટમાં લોકમેળામાં પ્લાસ્ટિકની બેગ સહિતની વસ્તુ ઉપર મનપા કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. તા. 15મી ઓગસ્ટના રોજ દેશમાં પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી હતી. જેથી રાજ્યની ભાજપ સરકારે લોકો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે તે દિશામાં કવાયત તેજ બનાવી છે.

રાજકોટમાં સાતમ-આઠમ નિમિત્તે આયોજિત લોકમેળામાં મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લેતાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવેલી મિટિંગમાં મેળામાં સ્ટોલ લગાવનારા વ્યાપારીઓને પ્લાસ્ટિકની ડીશના બદલે પેપર ડીશનો ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવી છે. આ સાથે જ ખાણી-પીણીના વેપારીઓ માટે ડસ્ટબીન ફરજિયાત બનાવાયું છે. 

મેળામાં ફૂડ ઇન્સ્પેક્ટરોને નિયમિતપણે ચેકિંગ કરતા રહેવા પણ સુચના આપવામાં આવી છે. વેપારીઓએ વેચી શકાય તેટલી જ ખાણી-પીણીની ચીજ-વસ્તુઓ બનાવવાની રહેશે. જો કોઈ વેપારી પાસે ખાદ્યપદાર્થનો સંગ્રહ જોવા મળશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.  મેળામાં પ્લાસ્ટિકના પાણીના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. જે કોની પાસે પાણીના પાઉચ પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવાની સુચના અપાઈ છે. આ સાથે જ મેળામાં આવનારા નાગરિકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પોલીસ કંટ્રોલ ઓફીસ, ફાયર સ્ટેશન સહિત આઠ ફાયર પોઇન્ટ પણ બનાવાયા છે.

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુરુવારે સાંજે લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન રૂપાણી અને સ્થાનિક નેતાઓ અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકમેળામાં રાઈડ્સની પણ મજા પાણી હતી.

Related posts
INTERNATIONALગુજરાતી

અમેરિકાએ પ્રતિબંધ મૂક્યા બાદ ટિકટોક કોર્ટના શરણે

અમેરિકા હવે ડિજીટલ રીતે ભારતના પગલે ચાલ્યું અમેરિકાએ ચાઇનીઝ એપ્સ ટિકટોક અને વી ચેટ પર મૂક્યો પ્રતિબંધ અમેરિકાના આ પ્રતિબંધ બાદ બાઇટડાન્સ…
BUSINESSગુજરાતી

સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે લાવશે કાયદો

ભારત સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા લાવશે નવો કાયદો સુપ્રીમ કોર્ટના 4 માર્ચના આદેશને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરી…
NATIONALગુજરાતી

કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ, ખેડબ્રહ્મા અને માણાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે….

Leave a Reply