1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ રામ મંદિર ટ્રસ્ટનું સંસદમાં કર્યું એલાન- ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર’
પીએમ મોદીએ રામ મંદિર ટ્રસ્ટનું સંસદમાં કર્યું એલાન- ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર’

પીએમ મોદીએ રામ મંદિર ટ્રસ્ટનું સંસદમાં કર્યું એલાન- ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર’

0
  • રામ મંદિર ટ્રસ્ટને મોદી કેબિનેટની મંજુરી
  • ટ્રસ્ટનું નામ- ‘શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર’
  • રામ મંદિર ટ્રસ્ટનું થશે નિર્માણ
  • સંસદમાં પીએમ મોદીએ કર્યું અલાન
  • દેશભરમા ભક્તોમાં ઉત્સાહનો માહોલ

દેશભરના લોકો રામ મંદિરને લઈને ખુબ જ ઉત્સાહિત છે,સુપ્રીમ કોર્ટનો રામ મંદિર બનાવવાનો અને તેના માટે નવા ટ્રસ્ટની રચના કરવાનો ચુકાદો આજથી 2 મહિના ઉપરના સમય પહેલા આવ્યો હતો,ત્યારે હવે આટલા દિવસો રાહ જોયા બાદ રામ મંદિરના ટ્રસ્ટની રુપરેખા તૈયાર કરવામાં આવી છે,જેમાં ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલ દાસને મોટી જવાબદાર સોંપવામાં આવી શકે છે.આ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર’ રાખવામાં આવ્યું છે.

મોદી કેબિનેટ તરફથી આજ રોજ રામ મંદિરના ટ્રસ્ટને મંજુરી મળી ચૂકી છે.આ વાતની માહિતી સંસદમાં પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી હતી.મળતી માહિતી મુજબ પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામો પણ જોહેર કરી શકે છે.આ ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાના કુલ 87 દિવસ પછી લેવામાં આવ્યો છે.જેમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ટ્રસ્ટની ખાસ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

રામ મંદિર માટેના ટ્રસ્ટમાં દિગમ્બર અખાડા,નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન આ ત્રણેયમાંથી એક એક સભ્યનો સમાવેશ કરવામાં આવશે. મોદી સરકાર આ ટ્રસ્ટથી કદાચ પોતાને દુર રાખવા માગે છે,જેના કારણએ કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ માટે તેમાં સ્થાન મેળવવાની તક નહીવત છે, જોકે કેટલાક ભૂતપૂર્વ અમલદારોની આ ટ્રસ્ટમાં નિમણૂક કરવામાં આવી શકે છે.

સંસદમાં પીએમ મોદીએ કહ્યું કે, “રામલલા વિરાજમાનની જમીન ટ્રસ્ટને સોંપવામાં આવશે,રામ જન્મ ભુમિ મારા હ્દયમાં સ્થાન ઘરાવે છે,ભવ્ય અને દિવ્ય રામ મંદિર બનાવવાને લઈને તમામ નિર્ણય આ ટ્રસ્ટ દ્રારા લેવામાં આવશે.”

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.