1. Home
  2. Political
  3. ઘમંડ કોંગ્રેસને 400થી 40 પર લઈ આવ્યો, તમે 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવજો : પીએમ મોદી
ઘમંડ કોંગ્રેસને 400થી 40 પર લઈ આવ્યો, તમે 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવજો : પીએમ મોદી

ઘમંડ કોંગ્રેસને 400થી 40 પર લઈ આવ્યો, તમે 2023માં ફરીથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવજો : પીએમ મોદી

0

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ભાજપ બેમાંથી 200 પર બેઠું છે. કોંગ્રેસ ભાજપની ટીકા કરતા દેશની બુરાઈ કરવા લાગે છે. વિપક્ષનું કામ છે, વિરોધ કરવા પર મોદી અને ભાજપની ટીકા કરતા દેશની બુરાઈ કરવા લાગે છે. વિપક્ષને જવાબ આપતા મોદીએ જવાબ આપ્યો હતો કે સારું છે, હું મર્યાદામાં રહું. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ છે કે લંડનમાં ખોટી કોન્ફરન્સ કરીને કઈ ઈજ્જત વધારવામાં આવી છે. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ છેકે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામા રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાત પ્રસ્તાવનો જવાબ આપતા કોંગ્રેસ પર આકરા વાકપ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે તેમની સરકાર દેશના લોકોના સારા સ્વાસ્થ્ય અને ભલાઈ માટે કામ કરી રહી છે. હાર્ટ સ્ટેન્ટ, ઘૂંટણની સર્જરી અને દવાઓની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી ગરીબમાં ગરીબ વ્યક્તિની મદદ થઈ રહી છે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન વિપક્ષના મહાગઠબંધન પર કટાક્ષ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે હવે તો મહા-ભેળસેળ આવવાની છે. કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસે આપણી બંધારણીય સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ન્યાયાધીશોને મહાભિયોગના નામે ડરાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલો કર્જમાફીનો વાયદો પુરો થયો નથી. કર્ણાટકમાં મોટાભાગના ખેડૂતોની કર્જમાફી થઈ નથી. રાજસ્થાન, એમપીમાં કોંગ્રેસનો દશ દિવસમાં કર્જમાફી કરવાનો દાવો ખોખલો છે. ખેડૂતોની કર્જમાફીમાં પણ કોંગ્રેસે દલાલી કરી છે. કોંગ્રેસે કર્જમાફીના નામે ખેડૂતો સાથે મજાક કરી હોવાનું જણાવીને પીએમ મોદીએ દાવો કર્યો છે કે કોંગ્રેસે માત્ર 52 હજાર કરોડ રૂપિયાની દેવામાફી કરી છે. કોંગ્રેસના રાજમાં ગોટાળાના અંબાર લાગ્યા હતા. તેઓ પણ ઈચ્છત તો કર્જમાફીનો માર્ગ અપનાવી શક્યા હોત. પરંતુ અમે ખેડૂતોને મજબૂત કરવા ઈચ્છીએ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે 55 વર્ષની સરકારમાં કોંગ્રેસની પાસે રોજગારનો કોઈ એજન્ડા ન હતો. અસંગઠિત ક્ષેત્ર 90 ટકા રોજગાર આપે છે, જ્યારે સંગઠિત ક્ષેત્ર માત્ર 10 ટકા રોજગાર આપે છે. એનપીસીએસની સંખ્યા એક કરોડ 20 લાખ થઈ છે. ગત ચાર વર્ષોમાં લગભગ 36 લાખ મોટી ટ્રકો અથવા કોમર્શિયલ વાહનો વેચાયા છે. લાખો વાહનો અને ઓટો વેચાઈ છે, શું તે પાર્કિંગમાં ઉભી હશે?

પીએમ મોદીએ કહ્યુ છે કે ગરીબોને અનામત આપવાની તેમની સરકારે હિંમત દેખાડી છે. અનામત આપવામાં સાથ આપવા મામલે સૌને ધન્યવાદ કહેતા પીએમ મોદીએ કહ્યુ છેકે અમે સામાજિક ન્યાયનો વાયદો પૂર્ણ કર્યો છે. અમે સામાજિક તણાવને દૂર કરવાની કોશિશ કરી છે. એસસી, એસટી અનામતમાં ફેરફાર કર્યો નથી.

પીએ મોદીએ આયુષ્યમાન યોજના ભારતના ગરીબો માટે વરદાન હોવાનુ જણાવીને ક્હયુ છેકે સરકારે સારવાર માટેની વ્યવસ્થાને ઘણી સસ્તી બનાવી દીધી છે. દરરોજ પંદર હજાર ગરીબોનો ઈલાજ આયુષ્યમાન યોજના હેઠળ ફ્રીમાં થઈ રહ્યો છે. આજે 100 રૂપિયામાં મળનારી દવા ત્રીસ રૂપિયામાં મળી રહી છે. એલઈડી બલ્બના વિતરણથી વીજળીના બિલ ઘટયા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે મોંઘવારી ડાયન ખાય જાત હૈ, તે કોંગ્રેસના રાજની સચ્ચાઈ હતી. તેમણે કહ્યુ છેકે બે ગીત હતા- પહેલું હતું- બાંકિ જો બચા થા મેંહગાઈ માર ગઈ અને બીજું ગીત હતું- મેંહગાઈ ડાયન ખાય જાત હૈ, આ કોંગ્રેસના શાસનની સચ્ચાઈ હતી. જેલોકો મોંઘવારીના મુદ્દા પર આ સરકારને ગેરી રહ્યા છે, તેમને આ ગીતોને યાદ રાખવા જોઈએ. પહેલુ ગીત ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં લોકપ્રિય થયું હતું અને બીજું ગીત અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહના રાજમાં લોકપ્રિય થયું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહ્યુ હતુ કે કોંગ્રેસમાં સામેલ થવું આત્મહત્યા કરવા જેવું છે. ત્યાં સુધી કે કોંગ્રેસ સંદર્ભે મહાત્મા ગાંધી પણ સમજી ગયા હતા, તેમને ખબર હતી કે તમામ વિકૃતિયો કોંગ્રેસને ઝડપથી ઝડપી લે છે. માટે તેમણે કોંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસ મુક્ત સૂત્ર તેમનું નહીં પણ મહાત્મા ગાંધીનું છે. તેઓ તો મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતીએ તેમની ઈચ્છાને પુરી કરવાની કોશિશ કરી રહ્યા છે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષી મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યુ છે કે તમામ વંશવાદી મિલાવટ- મહામિલાવટનો ખેલ ખેલી રહ્યા છે. મિલાવટનો ખેલ પહેલા ચાલી રહ્યો હતો. પરંતુ જ્યારે સરકારે તેના પર લગામ કસી, તો રાજનીતિમાં એક નવું પ્રકરણ શરૂ થઈ ગયું, જે મહામિલાવટના સ્વરૂપે સામે આવ્યું છે.

પીએમ મોદીએ ક્હ્યુ છે કે તમામ સંસ્થાનું કોંગ્રેસ રોજરોજ અપમાન કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશને વિવાદમાં લાવવા, ન્યાયતંત્ર પર સવાલ ઉભો કરવો, લોકશાહીને કમજોર ગણાવવી, આ બધી વાતો એટલા માટે સામે આવી રહી છે, કારણ કે કોંગ્રેસને સત્તા ભોગવવાની તક મળી નથી.

નોટબંધી બાદ ત્રણ લાખ નકલી કંપનીઓ બંધ થયાનું જણાવીને પીએમ મોદીએ કહ્યુ છે કે કાયદો લાવ્યા અને ધીરેધીરે બેનામી મિલ્કતો બહાર નીકળી રહી છે. બેનામી મિલ્કતો પર સરકાર કાયદો લાવી હવે મિલ્કતો ક્યાં-ક્યાંથી નીકળી રહી છે.

રફાલ યુદ્ધવિમાન મામલે મોટું નિવેદન કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ ઈચ્છતી નથી કે ભારતની વાયુસેના મજબૂત થાય. તેમણે કહ્યુ છે કે 55 વર્ષમાં એકપણ સંરક્ષણ સોદો દલાલી વગર થયો નથી. કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યુ છે કે દેશની વાયુસેનાને મજબૂત કરવાનું કામ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના લોકો આમા રોડા અટકાવી રહ્યા છે. કોંગ્રેસ રફાલ પર પણ જૂઠ્ઠું આત્મવિશ્વાસની સાથે બોલી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસે સેનાને નિશસ્ત્ર બનાવી દીધી હતી. કોંગ્રેસના રાજમાં સર્જિકલ સ્ટ્રાઈકનું વિચારી પણ શકાતું ન હતું. સૈનિકોની પાસે જરૂરિયાતનો સામાન પણ ન હતો. સેનાને લૂંટનારાઓને કોંગ્રેસે લૂંટવા દીધા હતા. કોંગ્રેસના રાજમાં સેનાને પાંચ વર્ષ સુધી બુલેટપ્રુફ જેકેટ સુદ્ધા ઉપલબ્ધ થયા નહીં.

પીએમ મોદીએ કહ્યુ છેકે દેશના નાણાં લઈને ભાગનારાઓ ટ્વિટર પર રડી રહ્યા છે. કોંગ્રેસરાજમાં બેન્કિંગ વ્યવસ્થા બદતર થઈ ગઈ હતી. હાલની સરકારના રામાં એક પૈસો એનપીએ વધ્યો નથી. જૂના એનપીએનું વ્યાજ વધી રહ્યું છે. લાગે છે કે કોંગ્રેસે કેટલાક કામ આઉટસોર્સ કર્યા છે. લૂંટનારાઓને કોંગ્રેસ લૂંટવા દીધું છે.

મોદીએ કહ્યુ છેકે તેમની સરકારે એક લાખ સોળ હજાર ગામડાને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડયા છે. 2004માં કોંગ્રેસેકહ્યુ હતુ કે તેઓ દરેક ગામને ડિજિટલ બનાવશે. 2014 સુધીમાં કોંગ્રેસે માત્ર 95 ગામડામાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચાડવાની કામગીરી કરી હતી. હાલની સરકારે એક લાખ સોળ હજાર ગામડામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડી છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેમની સામે આંગળી ઉઠાવતા પહેલા કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે જ્યારે તેઓ મોદી સામે આંગળી ઉઠાવે છે, ત્યારે બાકીની ચાર આંગળી તેમના તરફ હોય છે.

તેમણે કહ્યુ છેકે આ અમીરોની સરકાર છે, તો તેઓ કહે છે કે દેશના ગરીબો જ તેમના અમીર છે. ગરીબ જ તેમનો ઈમાન છે. તેઓ તેમની જિંદગી છે. તેમના માટે તેઓ જીવે છે, તેમના માટે જ અહીં તેઓ આવ્યા છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ છે કે જબ કભી જૂઠ કી બસ્તી મેં સચ કો તડપતે દેખા હૈ, તબ મૈંને અપને ભીતર બચ્ચે કો સિસકતે દેખા હૈ. તેમણે કહ્યુ છેકે આજે વચેટિયાઓ નથી. ગરીબોના ખાતામાં સીધા નાણાં જમા થઈ રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ 55 વર્ષની કોંગ્રેસની સરકાર અને તેમની સરકારના 55 માસના વિકાસની સરખામણી કરતા કહ્યુ હતુ કે તેમણે મહાગઠબંધનની કોશિશો મહામિલાવટ છે. તેમણે કહ્યુ છેકે 201માં 30 વર્ષ બાદ દેશની જનતાએ પૂર્ણ બહુમતીની સરકાર આપી છે અને આજે દેશને અનુભવ થઈ ગયો છે કે મિલાવટી સરકાર શું હતી અને પૂર્ણ બહુમતીની સરકારનો શું અર્થ છે. તેમણે કહ્યુ છે કે મહામિલાવટને તાજેતરમાં તમે કોલકત્તામા જોઈ, પરંતુ કેરળમાં આ લોકો એકબીજાનું મોંઢું પણ જોતા નથી. યુપીમાં મહામિલાવટનો ખેલ જોવો, કોંગ્રેસને બહાર કરી દેવામાં આવ્યા છે. દેશે ત્રીસ વર્ષ સુધી મિલાવટની સ્થિતિ જોઈ છે. હેલ્ધી ડેમોક્રસીવાળા હવે મહામિલાવટથી દૂર રહેવાના છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે તેમની સરકારની ઓળખ ઈમાનદારી, પારદર્શકતા,ગરીબોની સંવેદના,રાષ્ટ્રહિત સર્વોપરી રાખવાની છે, ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવી અનેઝડપથી કામ કરવા માટેની છે. સાંસદોનો આભાર  વ્યક્ત કરતા પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યુ હતુ કે આમ તો પાયાવિહોણી વાતો પણ થઈ છે, પરંતુ તેઓ માને છે કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે અને તેને કાણે બધાંની લાચારી છે, તો કંઈને કંઈ બોલવું પડે છે. એ પણ યોગ્યછે કે આપણે અહીંથી ગયા બાદ જનતાને આપણો હિસાબ આપવાના છીએ. તેઓ સૌ સાંસદોને આગામી ચૂંટણીમાં હેલ્થી કોમ્પિટિશન માટે શુભકામાન પાઠવે છે.
પીએમ મોદીએ પડકારોને પડકારવાની વાત પણ પોતાના સંબોધનમાં કરી હતી. કોંગ્રેસ પર પર બીસી અને એડી દ્વારા કટાક્ષ કરતા તેમણે કહ્યુ છે કે જ્યારે અમે ઈતિહાસની વાત કરીએ છીએ તો 1947થી 2014ની વાત કરીએ છીએ. મને લાગે છે કે બીસી એટલે કે બિફોર કોંગ્રેસનો અર્થ છે કોંગ્રેસ પહેલા આ દેશમાં કંઈ હતું નહીં અને એડીનો અર્થ છે કે આફ્ટર ડાયનેસ્ટી એટલે કે જે કંઈ થયું તે તેમના કાર્યકાળમાં જ થયું. સાડા ચાર વર્ષ પહેલા શું થતું હતું અને આજે શું છે, બધું દેખાય છે.

LEAVE YOUR COMMENT