1. Home
  2. Political
  3. સિયોલ શાંતિ પુરસ્કાર સ્વીરતા પીએમ મોદી બોલ્યા, આતંકવાદ સામે દુનિયાએ એક થવાની જરૂર
સિયોલ શાંતિ પુરસ્કાર સ્વીરતા પીએમ મોદી બોલ્યા, આતંકવાદ સામે દુનિયાએ એક થવાની જરૂર

સિયોલ શાંતિ પુરસ્કાર સ્વીરતા પીએમ મોદી બોલ્યા, આતંકવાદ સામે દુનિયાએ એક થવાની જરૂર

0

પોતાની દક્ષિણ કોરિયાની બીજા દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. બાદમાં તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈન સાથે મુલાકાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અહીં સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારથી સમ્માનિત થનારા વડાપ્રધાન મોદી પહેલા ભારતીય છે.

વડાપ્રધાન મોદીએ સિયોલ શાંતિ પુરસ્કરના ભારતના નાગરિકોને સમર્પિત કરતા કહ્યુ છે કે આજે દુનિયાએ ભારતની વસુધૈવ કુટુમ્બકમની નીતિને અપનાવી છે. તેમણે કહ્યુ છે કે ભારતે હંમેશા દુનિયાને શાંતિનો સંદેશો આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આ શાંતિ પુરસ્કાર તેમને મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતી વખતે મળી રહ્યો છે અને તે ઘણી મોટી વાત છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેમને આ સમ્માનની સાથે જે રકમ મળી છે, તેને તેઓ નમામિ ગંગેના ફંડમાં ભેંટ કરવા માગે છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આજે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા છે.ભારત સરકારે આર્થિક ક્ષેત્રમાં ઘણાં એવા નિર્ણયો કર્યા છે કે જેનાથી જમીન પર મોટું કામ થયું છે. પીએમ મોદીએ સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, જનધન ખાતા, આયુષ્માન ભારત જેવી યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યુ હતુ કે આજે આતંકવાદ દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે, તેની સામે લડવા માટે દુનિયાએ એકજૂટ થવાની જરૂરી છે. આતંકવાદની બીમારી વિશ્વશાંતિ માટે એક મોટો ખતરો છે.

સિયોલ શાંતિ પુરસ્કાર

પ્રતિષ્ઠિત સિયોલ શાંતિ પુરસ્કારની શરૂઆત 1990માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર અત્યાર સુધીમાં યુએનના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાન, જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ જેવી હસ્તીઓને એનાયત થઈ ચુક્યો છે. આ શાંતિ પુરસ્કાર માટે દુનિયાભરમાંથી કુલ 1300 નામાંકન સામે આવ્યા હતા. એવોર્ડ કમિટીએ આમાથી 150 ઉમેદવારોને અલગ તારવ્યા હતા. તેમાથી વડાપ્રધાન મોદીના નામની પસંદગી કરવામાં આવી હતી. કમિટીએ પીએમ મોદીને ધ પરફેક્ટ કેન્ડિડેટ ફોર ધ 2018 સિયોલ પીસ પ્રાઈઝ ગણાવ્યા હતા.

પુલવામા એટેક મામલે સાઉથ કોરિયાનો મળ્યો સાથ

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દક્ષિણ કોરિયા ખાતે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપ્રમુખ મૂન જે-ઈનને મળ્યા હતા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈને પુલવામા એટેકને વખોડયો હતો. બંને દેશોની એજન્સીઓમાં સમજૂતી થઈ છે કે તેઓ આતંકવાદ સામે લડશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે તેમના માટે સિયોલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરવો ઘણા મોટા સમ્માનની વાત છે. આ સમ્માનને તેઓ તેમની અંગત સિદ્ધિ નહીં પણ ભારતની જનતા માટે કોરિયાના લોકોની સદભાવના અને સ્નેહના પ્રતીક તરીકે સ્વીકારે છે.

તેમણે કહ્યુ હતુ કે ગત વર્ષ અયોધ્યામાં આયોજીત દીપોત્સવમાં ફર્સ્ટ લેડી કિમ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા તે તેમના માટે સમ્માનનો વિષય હતો. તેમની યાત્રાથી હજારો વર્ષોના બંને દેશોના સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો પ્રકાશ પડયો અને નવી પેઢીમાં ઉત્સુકતા તથા જાગરૂકતાનું વાતાવરણ બન્યું હતું.

મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ

પીએમ મોદીએ ગુરુવારે સિયોલની યોનસેઈ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ મૂન જે ઈને ફર્સ્ટ લેડી કિમ જૂંગ-સૂક અને યુએનના ભૂતપૂર્વ મહાસચિવ બાન કી-મૂન પણ હાજર હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે બાપુની પ્રતિમાનું અનાવરણ કરવું એક સમ્માનની વાત છે. તેમણે કહ્યુ હતુ કે જ્યારે ભારત બાપુની દોઢસોમી જન્મજયંતી માનવી રહ્યું છે, ત્યારે આનું ખાસ મહત્વ છે.

તેમણે કહ્યુ હતુ કે બાપુના વિચારો અને સિદ્ધાંતોમાં આતંકવાદ, જળવાયુ પરિવર્તન જેવા માનવ જાતિની સામા આજના મોટા બે પડકારોનો સામનો કરવાની શક્તિ છે.

પીએમ મોદીએ એમ પણ કહ્યુ હતુ કે બાપુના જીવન અને વિચારોએ તેમને એ જણાવ્યુ છે કે કેવી રીતે આપણે પ્રકૃતિની સાથે સદભાવની સાથે રહીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનુ કામ કરી શકીએ છીએ. મહત્વપૂર્ણ છે કે યોનસેઈ યુનિવર્સિટી દક્ષિણ કોરિયાની સૌથી વધુ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાંથી એક છે.

LEAVE YOUR COMMENT