1. Home
  2. ગુજરાતી
  3. લખનૌમાં પીએમ મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યુ- દેશમાં રોજગારની તક અંગે કરી વાત
લખનૌમાં પીએમ મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યુ- દેશમાં રોજગારની તક અંગે કરી વાત

લખનૌમાં પીએમ મોદીએ ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યુ- દેશમાં રોજગારની તક અંગે કરી વાત

0
  • લખનૌમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન મોદીના હસ્તે
  • મોદીએ જનસાભનું સંબોઘન કર્યું
  • દેશના યૂવાઓ માટે રોજગારીની તપ સાંપડશે
  • ભારત આજે ડિફેન્સ અને સ્પેસ બન્ને ક્ષેત્રમાં મજબુત થયું છે.

દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ઉત્તર પ્રદેશની રાજઘાની લખનૌ ખાતે ડિફેન્સ એક્સપોનું ઉદ્ધાટન કર્યું હતું,આ સમય દરમિયાન મોદીજીએ દેશમાં રોજગારીની તકો ઊભી કરવા અંગે વાત કરી હતી.તેમણે કહ્યું કે,”આજે મારુ અહિયા આવવું મારા માટે બમણી ખુશીની વાત છે,કારણ કે હું પ્રઘાનમંત્રી તરીકે પણ અને સાંસદ તરીકે પણ  તમારુ સ્વાગત કરું છું, ઉત્તર પ્રદેશ આવનારા સમયમાં સૌથી મોટા હબના સ્વરુપમાં વિકસીત થશે,વિશ્વભરમાંથી આવેલા વેપારીઓ સામે દેશના વડાપ્રઘાને કહ્યું કે,ભારત આજે ડિફેન્સ અને સ્પેસ બન્ને ક્ષેત્રમાં મજબુત થયું છે.”

લખનૌમાં પ્રઘાનમંત્રીએ કહ્યું કે,આ વખતનો એક્સપો ભારતનો સોથી મોટો એક્સપો છે,જે એક
ઐતિહાસિક છે,આ વખતે 1 હજારથી પણ વઘું ડિફેન્સ મેન્યુંફેક્ચરિંગ તેનો ભાગ બન્યો છે,અનેક દેશોના મંત્રીઓ અને વેપારીઓ પણ ઉપસ્થિત છે.જેના માઘ્યમથી ભારતના યુવાઓને મેક ઈન ઈન્ડિયામાં યોગદાન આપવાની તક મળશે,જેના કારણે રોજગારની નવી તકો સાંપડશે.

પડોશી દેશને લઈને વડાપ્રઘાને કહ્યું કે,આપણે એવા વિસ્તારમાં છે જ્યા આપણી સાથે-સાથે પાડોશી દેશને પણ સુરક્ષિત કરવાની જવાબદારી છે.ભારતે હંમેશા વિશ્વ શાંતિનો સંદેશ આપ્યો છે,આપણે કોઈ પર હુમલો કર્યો નથી.બન્ને વિશ્વ યુદ્ધમાં આપણા હજારો જવાન શહીદ થયા પરંતુ તે લડાઈ આપણા માટે નહોતી.

આ કાર્યક્રમમાં વડાપ્રઘાને કહ્યું કે,”ભારત આજે વિશ્વમાં 21મી સદીની આગેવાની કરી રહ્યો છે.જે ભારતની વિશાળ વ્યાપકતા અને વિવિઘતાનું જીવતી જાગતી સાબિતી છે.સુરક્ષા અને રક્ષા ક્ષેત્રમાં ભારત મોટી ભુમિકા સાથે આગળ વઘી રહ્યું છે.જેનાથી ભારતનો વિશ્વાસ વઘશે.”

લખનૌમાં સુરક્ષાના મુદ્દે વડા પ્રધાને કહ્યું કે, “યુગ બદલાઇ રહ્યો છે, સુરક્ષાની ચિંતા વધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીનો દુરૂપયોગ એ વિશ્વ માટે ખતરો છે. વિશ્વ સુરક્ષાના મુદ્દે આગળ વધી રહ્યું છે, ભારત પણ આ માર્ગ પર છે.”

ટેકનોલોજીન લઈને પ્રઘાનમંત્રીએ કહ્યું, “ભારત ડિફેન્સ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને વઘારવા માટે કાર્ય કરી રહ્યું છે.આવનારા 5 વર્ષમાં અમે આર્ટિફિશિયલના 25 પ્રોડક્ટ બનાવવા માટે કાર્ય કરવા માંગીએ છે,ભારતના પૂર્વ પ્રઘાનમંત્રી અટલ બિહારી વાજપાયએ ડિફેન્સ પર કાર્ય કર્યું હતું જેને અમારી સરકાર આગળ ઘપાવી રહી છે,વર્ષ 2014 સુઘી માત્ર 217 ડિફેન્સ લાઈસન્સ જારી કરવામાં આવ્યા હતા જે સંખ્યા હાલ 60 સુઘી પહોંચી છે.”

 ઉપરાંત પ્રઘાનમંત્રીએ કહ્યું કે, “ભારત દેશ તેની જરુરિયાત પ્રમાણેના શસ્ત્રો બનાવીરહ્યું છે,તે સાથે જ વિશ્વના દેશો પણ આપણી પ્રોડક્ટ લઈ રહ્યા છે.છેલ્લા 2 વર્ષમાં ભારત 17 હજાર કરોડ ડિફેન્સ એક્સપોર્ટ કરી ચૂક્યુ છે.જેને આવનારા 5 વર્ષ સુઘી 35 હજાર કરોડ સુઘી પહોંચાડવા માંગીએ છે.પહેલા આપણી નીતિ માત્ર ઈમ્પોર્ટ પર ફોકસ કરતી હતી પરંતુ હવે તેને બદલીશું.આ ઉપરાતં મોદીએ,ડિફેન્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નવા ટારગેટ અને લક્ષ્ય રાખ્યા છે.”

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.