1. Home
  2. Political
  3. સેમ પિત્રોડાની ટીપ્પણી મામલે ગાંધી પરિવાર નિશાન, પીએમ મોદી બોલ્યા- કોંગ્રેસ મનાવી રહી છે પાકિસ્તાન દિવસ
સેમ પિત્રોડાની ટીપ્પણી મામલે ગાંધી પરિવાર નિશાન, પીએમ મોદી બોલ્યા- કોંગ્રેસ મનાવી રહી છે પાકિસ્તાન દિવસ

સેમ પિત્રોડાની ટીપ્પણી મામલે ગાંધી પરિવાર નિશાન, પીએમ મોદી બોલ્યા- કોંગ્રેસ મનાવી રહી છે પાકિસ્તાન દિવસ

0

બાલાકોટ એરસ્ટ્રાઈક પર સવાલ ઉઠાવવા માટે પીએમ મોદીએ સેમ પિત્રોડા અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ગાંઘી પરિવારના સૌથી વિશ્વાસપાત્ર સલાહકારે ભારતીય સેનાને ખોટી ઠેરવવાની બેહદ શરમજનક કોશિશ કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે વિપક્ષ વારંવાર આપણી સેનાનું અપમાન કરે છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે હું આપણા દેશના નાગરિકોને અપીલ કરું છું કે વિપક્ષી નેતાઓના નિવેદન પર તમે તેમને સવાલ પુછો, તેમને જણાવો કે વિપક્ષની નિવેદનબાજી માટે 130 કરોડ ભારતીય ના તો તમને ભૂલશે અને ના તો તેમને માફ કરશે. ભારત આપણી સેનાની સાથે મજબૂતાઈથી ઉભું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ આતંક વિરુદ્ધ મજબૂત પગલા ઉઠાવવા માંગતી ન હતી. કોંગ્રેસના દરબારીઓએ આવી વાત દેશને ફરી એકવાર જણાવી દીધી છે.

સેમ પિત્રોડાની નિવેદનબાજીથી નારાજ થઈને પીએમ મોદીએ એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાન પોતાનો રાષ્ટ્રીય દિવસ માનવવાનું છે અને તેની શરૂઆત કોંગ્રેસ તરફથી તેમના સૌથી મોટા ભરોસાપાત્ર સલાહકાર અને કોંગ્રેસ અધ્યક્ષના માર્ગદર્શકે એક એવા નિવેદનથી કરી છે કે જેનાથી આપણી સેનાનું માન ઘટયું છે, આ બેહદ શરમજનક છે.

રાહુલ ગાંધીના નિકટવર્તી અને ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસના ચીફ સેમ પિત્રોડાએ પુલવામા એટેકને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. સેમ પિત્રોડાએ કહ્યુ છે કે મને હુમલાઓના સંદર્ભમાં વધુ કંઈ જાણકારી નથી, પરંતુ આ હંમેશા થતા રહે છે. મુંબઈમાં પણ હુમલા થયા હતા. આપણે તે વખતે પણ પ્રતિક્રિયા આપી શકતા હતા અને આપણા વિમાન મોકલી શકતા હતા.  પરંતુ તે યોગ્ય ન હોત. મારા હિસાબથી દુનિયાની સાથે ડીલ કરવાની આ યોગ્ય પદ્ધતિ નથી.

સેમ પિત્રોડાએ જે હુમલાઓ સંદર્ભે વધુ જાણકારી નહીં હોવાનું કબૂલ્યું છે તેના વિશે વાત કરતા કહ્યુ છે કે આઠ લોકો આવે છે અને કંઈક કરે છે, તો તેના માટે આખા દેશ (પાકિસ્તાન)ને દોષિત ઠેરવી શકાય નહીં. કેટલાક લોકો અહીં આવ્યા અને તેમણે હુમલો કર્યો તેના માટે આખા દેશને જવાબદાર માનવો ઘણી છીછરી વાત હશે.

ગુજરાતના મૂળ વતની સામ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે  આપણે પાકિસ્તાનમાં કોના ઉપર હુમલો કર્યો? શું આપણે હકીકતમાં 300 લોકોને માર્યા? એટલું જ નહીં. પિત્રોડાએ પાકિસ્તાન સાથે વાતચીતનું સમર્થન કરીને બાલાકોટ એરસ્ટ્રાઈકના પુરાવા પણ માંગ્યા છે.

પિત્રોડાના નિવેદન પર પલટવાર કરતા ભાજપે તેમની ટીપ્પણીને શરમજનક ગણાવી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ છે કે સેમ પિત્રોડાને શરમ આવવી જોઈએ કે એક તરફ તો તેઓ પાકિસ્તાનને ક્લિનચિટ આપી રહ્યા છે અને બીજી બાજૂ તેઓ એરસ્ટ્રાઈકને લઈને મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનને આતંકવાદથી અલગ કરવાની સેમ પિત્રોડાની આવી કોશિશ ચોંકાવનારી છે.

tags:

LEAVE YOUR COMMENT