TRAVEL

વડાપ્રધાન મોદીએ માસ્ક પહેરીને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વાતચીત- લોકડાઉન એપ્રિલના અંત સુધી લંબાવાની શક્યતા

  • પીએમ મોદી માસ્ક પહેરીનો કર્યો સંવાદ
  • લોકડાઉન એપ્રિલના અંત સુધી વધવાની શક્યતાઓ
  • 6 મુખ્યમંત્રીઓે લોકડાઉનનું સમર્થન કર્યું
  • પીએમ મોદીે રાજ્યના મુખ્યમંત્રીઓ પાસે અભિપ્રાય માંગ્યો
  • હું તમારી સેવામાં 24×7 હાજર : પીએમ મોદી

તાજેતરમાં સમગ્ર દેશ કોરોના વાયરસની જાનલેવા બિમારીથી પીડાી રહ્યો છે,કોરોના મહામારી વચ્ચે દેશની સરકરા પર ચિંતાના વાદળો છવાયા છે,પ્રજાના હિતને ધ્યાનમાં લઈને દેશના પીએમ અનેક નિર્ણયો લીઈ રહ્યા છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારની રોજ દરેક રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ સાથે કોરોના અને લૉકડાઉન બાબતે વાત કરી હતી, આ સમય દરમિયાન પીએમ મોદીએ પોતાના ચહેરા પર માસ્ક પહેરી જ રાખ્યું હતું. આ દ્રશ્ય પ્રથમ વખત જોવા મળ્યું છે કે, જ્યારે દેશમાં કોરોનાની મહામારી બાદ વડાપ્રધાન માસ્ક પહેરીને સામે આવ્યા છે.

પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથેના સંવાદ દરમિયાન લૉકડાઉનને નક્કી કરેલી મર્યાદા પ્રમાણે પૂર્મ કરવું જોઈએ કે નહીં તે વિષયે મુખ્યમંત્રીઓનો અભિપ્રાય માંગ્યો હતો. આ દરમિયાન છ રાજ્યના મુખ્યમંત્રીઓએ લૉકડાઉનનું સમર્થન કર્યાના સમાચાર સામે આવ્યા છે.

આ સમગ્ર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, “હું તમારા દરેક લોકો માટે 24 કલાક-7 દિવસ હાજર જ છું. રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રી ગમે ત્યારે ફોન કરીને કોરાના મામલે સલાહ-સૂચન કરી શકે છે. આપણે આ મુશ્કેલીની સમયમાં ખભાથી ખભો મીલાવીને સાથે ઉભા રહેવું જોઇએ.”

આપણા દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દ્વસેને દિવસે વધતી જોવા મળી રહી છે,હાલ 7,400 કેસ છે તો તેના સામે મૃત્યાંક 250ની આસપાસ પહોંચતા સરકારની ચિંતા વધી છે,જેને લઈને લૉકડાઉનને 14 એપ્રિલથી 30મી એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતાઓ સેવાી રહી છે. ત્યારે આજે આ સમગ્ર બાબતે દેશના વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી.હાલની સ્થિતિને જોતા તથા અનેક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ, લૉકડાઉન વધે તેવી પૂરેપુરી શક્યતાઓ દેખાઈ રહી છે.દેશની જનતાના હિત માટે આ જ ઉપાય યોગ્ય છે.લોકડાુન જ એક એવો ઉપાય છે કે આ સમય દરમિયાન લોકો એકબીજાના સંપર્કથી દુર રહી શકે છે.

સમગ્ર દેશભરમાં દેશમાં જેટલા પણ જિલ્લાઓને હૉટસ્પોટ તરીકે જાહેર કરાયા છે તેવા સ્થળો પર લૉકડાઉનનું સખ્ત રીતે પાલન કરાવવામાં આવશે. જે જિલ્લાઓમાં કોરોનાનો પ્રભાવ નથી ત્યાં થોડીધણી છૂટ આપી શકાય તેવી શક્યતાો સેવાી રહી છે. પરંતુ આ દરમિયાન ઇન્ટરનેશનલ હેલ્થ પ્રૉટોકોલનું પાલન અવશ્યપણે કરવું જ પડશે.કોી પણ લોકો આ છૂટનો ફાયદો ન ઉઠાવે તેનું સંપૂર્ણ ધ્યાન પણ રાખવામાં આવશે.

(સાહીન)

Related posts
EnglishSAARC NATIONSTRAVEL

SAARC Diary: Sri Lanka Re-opens for Foreign Tourists

COLOMBO, Jan 23: Sri Lanka has re-opened for international travellers. The Foreign Minister Dinesh Gunawardena under the motto “New Normal and Safe…
TRAVELગુજરાતી

સિક્કિમ સરકારનો નિર્ણય- વિદેશી પર્યટકો માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે

સિક્કિમ સરકારે ગ્રામીણ, ધાર્મિક અને સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત મ1લી માંર્ચથી વિદેશી પ્રવાસીઓ માટે…
TRAVELગુજરાતી

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજકોટથી દિલ્હી-મુંબઈ હવાઈ સેવામાં મુસાફરોમાં વધારો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ…

Leave a Reply