1. Home
  2. Political
  3. મમતા બેનર્જીની પાર્ટીના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં, પરિણામ બાદ દીદીને છોડીને ભાગી જશે: પીએમ મોદી
મમતા બેનર્જીની પાર્ટીના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં, પરિણામ બાદ દીદીને છોડીને ભાગી જશે: પીએમ મોદી

મમતા બેનર્જીની પાર્ટીના 40 ધારાસભ્યો મારા સંપર્કમાં, પરિણામ બાદ દીદીને છોડીને ભાગી જશે: પીએમ મોદી

0

કોલકત્તા /  રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. પશ્ચિમ બંગાળના સેરમપુરમાં પીએમ મોદીએ કહ્યુ છે કે દીદી (મમતા બેનર્જી)ના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને પરિણામ આવ્યા બાદ તેઓ દીદીને છોડી દેશે. ઝારખંડના કોડરમામાં મોદીએ કહ્યુ છે કે કોંગ્રેસ ચાહે છે કે સરકારની ડોર તેને મળી જાય અને તે તમારી સાથે રમકડાંની જેમ રમતી રહે. કોંગ્રેસને તમારા બાળકોની ફિકર નથી.

મોદીએ પશ્ચિમ બંગાળમાં કહ્યુ છે કે દીદી, 23 મેએ જ્યારે પરિણામ આવશે, ત્યારે દરેક સ્થળે કમળ ખિલશે અને તમારા ધારાસભ્યો તમને છોડી દેશે. દીદી, આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે.

મોદીએ કોડરમામાં કહ્યુ છે કે ઈમાનદારી અને નિયત સાફ હોય, તો લૂંટ-ખસોટ વગરની સરકાર પણ ચાલી શકે છે અને દેશ વિકાસ કરી શકે છે. આજે આ કારણથી આખો દેશ પુરા વિશ્વાસ સાથે પોતાના આ સેવક, પોતાના આ ચોકીદાર સાથે ઉભો છે.

તેમણે કહ્યુ છે કે તેઓ (વિપક્ષ) પોતાનું ભવિષ્ય બચાવવામાં લાગેલું છે. ઝારખંડમાં થયેલી લૂંટ-ફાટને લઈને મુખ્યપ્રધાનોને પણ જેલમાં જવું પડયુ છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે રેલવેના ઈસ્ટર્ન કોરિડોર પર કામ કરી રહ્યા છીએ. સડકોની સ્થિતિ પણ પહેલાથી સારી થઈ છે. આ ઘણું પહેલા થઈ જાત, પરંતુ કોંગ્રેસ સરકારે તમારું હિત જોયું નથી. તેઓ પછાતોના લાભના નિર્ણયને ટાળતા હતા. પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવામાં તેમણે ઘણાં રોડા અટકાવ્યા. જ્યાં તેમને લાભ દેખાતો નથી, તેઓ તેના તરફ જોતા પણ નથી.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે નાના ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા કરી રહ્યા છીએ. અમે નક્કી કર્યું કે આગામી સરકાર બનશે, તો પીએમ કિસાન યોજનાનો લાભ કરી ખેડૂતોને મળશે.

તેમણે કહ્યુ છેકે કોંગ્રેસ અને મહામિલાવટીઓના રાજમાં ખેડૂતોને પોતાના ગામ-ઘર છોડવા પડયા હતા. જે ગામડાંમાં ક્યારેય લાલ આતંક જોવા મળતો હતો, ત્યાં હવેલોકો પાછા ફરવા લાગ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે સુરક્ષાદળોના આપણા જવાનોને નમન કરું છું. પરંતુ કોંગ્રેસ આ વીર દીકરા-દીકરીઓને લઈને કહે છે કે નૌજુવાનો બે વખતનો રોટલો રળવા માટે સેનામાં ભરતી થાય છે.

તેમણે કહ્યુ છેકે તેમની પાસે રોટલો હોતો નથી. તે દુશ્મનોને મારવા અને પોતાની સુરક્ષા માટે સીમા પાર જાય છે. કોંગ્રેસના લોકો સેના પ્રમુખને ગલીના ગુંડા કહે છે.

મહત્વપૂર્ણ છે કે 2016ની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકોમાંથી ટીએમસીને 211, કોંગ્રેસને 34 અને ભાજપને ત્રણ બેઠકો પ્રાપ્ત થઈ ઙતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની 2 લોકસભા બેઠકોમાંથી ટીએમસીને 34 બેઠકો પર જીતમળી હતી. જ્યારે કોંગ્રેસને ચાર અને ભાજપને બે લોકસભા બેઠકો પ્રાપ્ત થઈ હતી.

LEAVE YOUR COMMENT