1. Home
  2. revoinews
  3. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે બે બોઇંગ 777 વિમાનોમાંથી બીજું વિમાન આજે દિલ્હી પહોંચશે
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે બે બોઇંગ 777 વિમાનોમાંથી બીજું વિમાન આજે દિલ્હી પહોંચશે

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે બે બોઇંગ 777 વિમાનોમાંથી બીજું વિમાન આજે દિલ્હી પહોંચશે

0
  • રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે આવી રહ્યું છે બીજું સ્પેશિયલ પ્લેન
  • બે બોઇંગ 777 વિમાનોમાંથી બીજું વિમાન આજે દિલ્હી પહોંચશે
  • પહેલું એરક્રાફટ 1 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થયું હતું લેન્ડ

દિલ્લી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ,ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાનની યાત્રા માટે મોડીફાઇ કરવામાં આવેલા બે બોઇંગ 777 વિમાનોમાંથી બીજું વિમાન શનિવારે રાજધાની દિલ્હી પહોંચશે. પહેલું એરક્રાફટ 1 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લેન્ડ થયું હતું.

આ વિમાન રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે મોડીફાઇ કરવામાં આવ્યા છે. બોઇંગ 777-300 ER વર્ષ 2018માં એર ઇન્ડિયાના કાફલામાં સામેલ હતા. તેને ડલાસમાં મોડીફાઇ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ બંને વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે અમેરિકી રાષ્ટ્રપતિની એરફોર્સ વન જેવી જ છે.

2024માં એડવાન્સ વિમાનોથી થશે રિપ્લેસ

તે 2024માં બોઇંગ 747-200B સીરીઝથી રિપ્લેસ કરવામાં આવશે. આ બંને અપગ્રેડેડ બોઇંગ 747 લગભગ 4.6 બિલિયન ડોલરના છે. નવું લોંગ-હોલ વિમાન અમેરિકા સુધી નોન સ્ટોપ ઉડાન ભરી શકે છે. જ્યારે પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વિદેશ પ્રવાસ પર જવાનું હશે, ત્યારે સરકારને આ વિમાનોની જરૂર પડશે.

આ વિમાનોમાં સ્પેશિયલ શું છે?

રાજ્ય દ્વારા સંચાલિત એરલાઇનના આ વિમાનોને વીવીઆઈપી યાત્રા માટે મોડીફાઇ કરવામાં આવ્યા છે. વિમાનના આ ભાગમાંથી બેઠકો દુર કરીને પીએમ માટે મેક શિફ્ટ ઓફિસ અને સ્લીપિંગ એરિયા બનાવવામાં આવ્યો છે. બંને વિમાનોને પહેલા ઓગસ્ટમાં આવવાનું હતું, જોકે, કેટલાક મુદ્દાઓને કારણે તેમની તારીખ આગળ વધારવામાં આવી હતી.

તેઓને એર ઇન્ડિયા અને ભારતીય વાયુસેનાના પાઇલટ્સ દ્વારા ઉડાન ભરી દેવાશે. આ પ્લેન સેલ્ફ-પ્રોટેક્શન સુટ્સ,અદ્યતન ઇન્ટિગ્રેટેડ ડિફેન્સિવ ઇલેક્ટ્રોનિક વોરફેયર સુટ્સ અને કાઉન્ટર-મીસર્જ ડિસ્પેન્સિંગ સિસ્ટમથી સજ્જ છે, જે ઇનબાઉન્ડ મિસાઇલોને પણ નિષ્ફળ કરી શકે છે. આ વર્ષની શરૂઆતમાં યુ.એસ.રક્ષા સહયોગ એજન્સીએ કોંગ્રેસને રક્ષા પ્રણાલી વેચવાના તેના નિર્ણય અંગે માહિતગાર કર્યા હતા.

_DEVANSHI

LEAVE YOUR COMMENT