in , , ,

મહામિલાવટીઓ જમીનો હડપીને પણ જમીનથી કપાઈ ગયા, ચોરીનો માલ મેળવવા જ આંખો ખોલે છે: બિહારમાં મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બિહારના પાલીગંજમાં કોંગ્રેસ અને વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યુંક અત્યાર સુધીની ચૂંટણીમાં મહામિલાવટીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું. તેમને ફક્ત પરિવારની ચિંતા છે. નામદાર કે બિહારના ભ્રષ્ટ પરિવારને જો ગરીબની ચિંતા હોત તો કૌભાંડ કરતા પહેલા તેમના હાથ કાંપતા હોત. સેંકડો એકડ જમીન હડપી લીધા પછી પણ જમીનથી કપાઈ ગયા, તેમની આંખો ફ્કત ચોરીનો માલ મેળવવા માટે જ ખુલે છે.

મોદીએ કહ્યું, ‘4-5 તબક્કાની ચૂંટણી પછી તમામ સર્વેવાળાઓએ કહી દીધું છે કે એનડીએ સરકાર બની રહી છે. પછી કેમ મોદી સાતમા તબક્કા સુધી મહેનત કરી રહ્યા છે? મહામિલાવટીઓ દિલ્હીમાં એક મજબૂત સરકાર બનાવવાનું સપનું જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું. તેમના નકારાત્મક પ્રચારમાં બે જ મુદ્દાઓ છે. એક મોદીની ઇમેજ ખરાબ કરો અને બીજું મોદીને હટાવો.’

તેમણે કહ્યું કે મહામિલાવટી લોકોએ હંમેશાં પરિવારના સ્વાર્થને રાષ્ટ્રસુરક્ષાથી ઉપર રાખ્યો. કોંગ્રેસનો નામદાર પરિવાર હોય કે પછી બિહારનો ભ્રષ્ટ પરિવાર. તેમની સંપત્તિ આજે હજારો કરોડો રૂપિયામાં છે. આ પૈસા ક્યાંથી આવ્યા? જો ગરીબની ચિંતા હોત તો ભ્રષ્ટાચાર કરતા પહેલા તેમના હાથ કાંપતા હોત, ગરીબ એમના માટે ફક્ત એક ગોખેલો શબ્દ છે. આ લોકોને હંમેશાં પ્રશંસા સાંભળવી હોય છે. દરબારીઓની આખી ફોજ ગુણગાન કરીને તેમનો અહંકાર વધારે છે.

મોદીએ કહ્યું કે મહામિલાવટીઓએ દેશની સુરક્ષાને બાજુએ મૂકી દીધી હતી. 2014 પહેલા આતંકીઓ ગમે ત્યારે આતંક ફેલાવતા હતા, પરંતુ કોંગ્રેસના નેતા ફક્ત નિવેદન આપતા હતા. તમારા ચોકીદારે પાકિસ્તાન પાસેથી મળી રહેલા જખમોને સહન કરવાનો ઇન્કાર કરી દીધો. સપૂતોને ખુલ્લી છૂટ આપી અને તેમણે આતંકીઓને એવા માર્યા, જાણે કોઈ ચોટલી પકડીને ભૂત-પ્રેતને મારે છે. જરૂર પડી તો ભારત ભગવાન કૃષ્ણની જેમ આતંકીઓના ખાત્મા માટે સુદર્શન ચક્ર ધારણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Violence erupts at Amit Shah’s Road Show in West Bengal – BJP holds protest

પ.બંગાળમાં બોલ્યા સીએમ યોગી આદિત્યનાથ, યુપીમાં પૂજા માટે મહોરમના જૂલુસને સમય બદલી નાખ્યો