1. Home
  2. Political
  3. એનડીએના નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ વારાણસીથી નામાંકન કર્યું દાખલ, મહિલા પ્રસ્તાવકના કર્યા ચરણસ્પર્શ
એનડીએના નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ વારાણસીથી નામાંકન કર્યું દાખલ, મહિલા પ્રસ્તાવકના કર્યા ચરણસ્પર્શ

એનડીએના નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ વારાણસીથી નામાંકન કર્યું દાખલ, મહિલા પ્રસ્તાવકના કર્યા ચરણસ્પર્શ

0

વારાણસી: યુપીની વારાણસી લોકસભા બેઠક પર 2014માં પહેલી વખત ચૂંટણી લડીને મોટી જીત મેળવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત અહીંથી ઉમેદવાર છે. તેમણે વારાણસી બેઠક પરથી ડીએમ ઓફિસમાં પહોંચીને પોતાનું નામાંકન દાખલ કર્યું છે. પીએમ મોદીના નામાંકન દાખલ કરતી વખતે જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે, અકાલીદળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલ સહીત અન્ય સાથીપક્ષોના નેતા પણ સાથે હતા. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મેગા રોડ શૉ દ્વારા પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામાંકન પહેલા મહિલા પ્રસ્તાવકના ચરણસ્પર્શ પણ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મહિલાના ચરણસ્પર્શ કર્યા છે, તેઓ પાણિનિ કન્યા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ અન્નપૂર્ણા શુક્લા છે.

નામાંકન દાખલ કર્યા બાદ પીએમ મોદી જનતાની વચ્ચે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ફરી એકવાર હું કાશીવાસોને ધન્યવાદ આપું છું. પાંચ વર્ષ બાદ ફરીથી એકવાર કાશીવાસઓએ મને જે આશિર્વાદ આપ્યા છે. તેમણે કહ્યુ છે કે બાબાની નગરી, મા ગંગાના આશિર્વાદ સાથે કાશીવાસીઓ વિકાસ માટે સંકલ્પબદ્ધ છે.

નામાંકન માટે ડીએમ ઓફિસ પહોંચેલા પીએમ મોદીની સાથે એનડીએના દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા. પીએમ મોદીએ શિરોમણિ અકાલીદળના અધ્યક્ષ અને વયોવૃદ્ધ નેતા પ્રકાશસિંહ બાદલના ચરણસ્પર્શ કરીને તેમના આશિર્વાદ લીધા હતા.

ડીએમ ઓફિસ ખાતે નામાંકન દાખલ કરતા પહેલા વડાપ્રધાન મોદીએ કાશીના કોટવાલ કાલભૈરવના મંદિરમાં પૂજા-અચર્ના કરી હતી. તેમની સાથે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેય પણ હાજર હતા.

પીએમ મોદીએ બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે આ ચૂંટણીના બે પાસા છે. એક છે કાશી લોકસભા બેઠક જીતવી, મારા હિસાબથી આ કામ ગઈકાલે પુરું થઈ ગયું છે. એક કામ હજી બાકી છે, તે છે પોલિંગ બૂથ જીતવાનું. બનારસ જીતવું પડશે, પોલિંગ બૂથ જીતવાનું છે અને એકપણ પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો ઝુકવા દેવાશે નહીં. મહત્વપૂર્ણ છે કે નામાંકન દાખલ કરવાના એક દિવસ પહેલા ગુરુવારે પીએમ મોદીએ છ કિલોમીટર રોડ શો દરમિયાન પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ વખતે દરેક પોલિંગ બૂથ જીતવાનું છે. મોદી જીતે અથવા હારે તે ગંગા મૈયા જોઈ લેશે. પરંતુ મારા બૂથનો કાર્યકર્તા હારવો જોઈએ નહીં. આપણું લક્ષ્ય પોલિંગ બૂથ જીતવાનું હોવું જોઈએ. તેમણે કહ્યુ છે કે આ વખતે આપણે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખીએ, મોદી કેટલા વોટથી જીતશે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું મતદાન પાંચ ટકા વધુ થવું જોઈએ. પરંતુ વારાણસીમાં આ વખતે આ થવું જોઈએ. મોદીએ કહ્યુ છે કે  વડાપ્રધાન પદ કોઈ મૌજ-મસ્તી માટે નથી, અમે ગત પાંચ વર્ષમાં કામ કરીને દેખાડયું છે.

વડાપ્રધાન મોદીઓએ કહ્યુ હતુ કે હું ગત દોઢ માસથી દેશનું ભ્રમણ કરી રહ્યો છું. હું-અમિત શાહ-યોગી બધા કાર્યકર્તાઓ નિમિત છે, આ વખતે ચૂંટણી દેશની જનતા જ લડી રહી છે. પહેલીવાર લોકોએ જોયું કે સરકાર ચાલે પણ છે. પીએમ મોદીએ કહ્યુ કે મે ક્યારેય એવું નથી કહ્યુ કે હવે હું પીએમ, પાર્ટીને સમય નહીં આપી શકું. તેમણે કહ્યુ છે કે પાંચ વર્ષમાં એક કાર્યકર્તાના નાતે પાર્ટીએ જેટલો પણ સમય માંગ્યો હતો, મે ઈન્કાર કર્યો નથી. કાર્યસમિતિની બેઠકમાં પણ હું કાર્યકર્તા તરીકે સંપૂર્ણ સમય બેઠો હતો.તેમણે કહ્યુ છે કે હું પીએમ, સાંસદ અને કાર્યકર્તાના નેતા પાંચ વર્ષ સજાગ રહ્યા. વડાપ્રધાને કહ્યુ છે કે અમે એક ગોવાળની જેમ છીએ, જે ભારતમાતાની સેવા કરી રહ્યા છીએ. પીએમ મોદીએ કહ્યુ છે કે આ ચૂંટણી માત્ર મોદી લડી રહ્યા નથી, પરંતુ ગોવાળો લડી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે ગઈકાલે જે દ્રશ્ય હું જોઈ રહ્યો હતો, તેમા તમારા પરસેવાની મહેક આવી રહી હતી. હું પણ બૂથનો કાર્યકર્તા રહ્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટરો લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આજે દેશમાં લોક ખુદ કહી રહ્યા છે કે ફરી એકવાર મોદી સરકાર. આ વખતે પોલિટિકલ પંડિતોને ઘણું મગજ કસવું પડી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે જનતા મન બનાવી ચુકી છે કે આ ઈતિહાસમાં પહેલો મોકો છે જ્યારે આવા પ્રકારની ચૂંટણી લડાઈ રહી છે.

LEAVE YOUR COMMENT