1. Home
  2. Political
  3. “જ્યારે પાકિસ્તાન બૂમો પાડવા લાગ્યું- મોદીએ માર્યા, મોદીએ માર્યા..”
“જ્યારે પાકિસ્તાન બૂમો પાડવા લાગ્યું- મોદીએ માર્યા, મોદીએ માર્યા..”

“જ્યારે પાકિસ્તાન બૂમો પાડવા લાગ્યું- મોદીએ માર્યા, મોદીએ માર્યા..”

0

પુલવામા એટેક બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકના પુરાવા માંગનારાઓ પર પીએમ મોદીએ વેધક વાકપ્રહારો કર્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર તબક્કાવાર હુમલો કરતા ટુકડા ગેંગને પણ આડે હાથ લીધી હતી.

પીએમ મોદીએ કહ્યુ છે કે જે સમયે પાકિસ્તાન ભારતની એરસ્ટ્રાઈકથી પરેશાન હતી, ત્યારે ટુકડા-ટુકડા ગેંગના લોકો એ વાત પર ચર્ચા કરી રહ્યા હતા કે આ ક્યું બાલાકોટ છે? તેમણે કહ્યુ છે કે જ્યારે એક સમયે પાકિસ્તાન કહી રહ્યું હતું કે મોદીએ માર્યા, ત્યારે અહીં સવાલ પુછાઈ રહ્યા હતા.

પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓને નિશાને લેતા કહ્યુ છે કે આજે દેશની અંદર પોતાને મોટા નેતા માનનારા લોકો જે ભાષા બોલી રહ્યા છે, તેનાથી દેશના દુશ્મનોને શક્તિ મળી રહી છે. દેશના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવાઈ રહ્યા છે અને તેના પર પાડોશમાં તાળીઓ વગાડવામાં આવે છે. ટુકડા-ટુકડા ગેંગની ચાલ એવી છે કે એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન તો પરેશાન હતું, પરંતુ આ લોકો એ વાતની ચર્ચા કરતા હતા કે આ ભારતનું બાલાકોટ છે અથવા પાકિસ્તાનનું બાલાકોટ છે? આવા લોકોની વાતો પર ભરોસો કરશો નહીં.

પીએમ મોદીએ કહ્યુ છે કે 2016માં પહેલીવાર અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં જવાબ આપ્યો, જેને તેઓ સમજે છે. પીએમ મોદીએ કહ્યુ કે ઉરી બાદ આપણે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો આ લોકો પુરાવા માંગી રહ્યા હતા. હવે પુલવામા હુમલો થયો છે. ભારતના વીરોએ જે કામ કર્યું, તેવું કામ દશકાઓ સુધી થયું નથી. આપણા વીરોએ આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદીઓને ભારત પાસેથી આવા જવાબની આશા ન હતી. પાકિસ્તાને જમીન પર ટેન્કો તેનાત કરી હતી. પુરી સજાવટ કરી રાખી હતી. આપણે ઉપરથી ચાલ્યા ગયા. અમે તો આ બધું કરીને ચુપ હતા. પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે રાત્રે સાડા ત્રણ વાગ્યે પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ. પાકિસ્તાન એવું ગભરાયું કે તેણે સવારે પાંચ વાગ્યે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું હતું. રાત્રે ત્રણ વાગ્યે અમે દેશને જગાડયો નહીં, પરંતુ પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ. પાકિસ્તાન ત્યારે એટલી હદે ગભરાયું હતું કે પાંચ વાગ્યે બુમો પાડવા લાગ્યું કે મોદીએ માર્યા, મોદીએ માર્યા.

પીએમ મોદીએ કહ્યુ છે કે દેશના દુશ્મનોમાં ભારત પ્રત્યે જે વિચાર બનેલો હતો, તેનું કારણ 2014 પહેલાની સરકારોનું વલણ હતું. 26-11ની ઘટના ભૂલાવી શકાય તેમ નથી. તે વખતે આતંકની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈતી હતી. પરંતુ સરકારે તે વખતે કંઈ કર્યું નહીં. તે સમયે સેનાનું લોહી ગરમ હતું. પરંતુ દિલ્હી કોલ્ડ બોક્ષમાં હતી. તે કારણ હતું કે મુંબઈ હુમલા બાદ પણ દેશમાં ઘણાં વિસ્ફોટો થયા હતા. પહેલાની સરકારોએ નીતિઓ બદલી નહીં, માત્ર ગૃહ પ્રધાન બદલ્યા.

પીએમ મોદીએ કહ્યુ છે કે પહેલાની સરકારોએ આતંકવાદને તેની ભાષામાં સમજાવ્યો હોત, તો આતંક નાસૂર બનત નહીં. આપણી કાર્યવાહી બાદ આતંકના આકાઓનેસમજમાં આવી ગયું કે આ પહેલા જેવું ભારત નથી.

પીએમ મોદીએ નોઈડા, ગ્રેટર નોઈડા અને બિહારના બક્સરના ઘણાં ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા છે. તેમણે કહ્યુ છે કે એ પણ દિવસો હતા કે જ્યારે નોઈડા-ગ્રેટર નોઈડાની ઓળખ સરકારી ધનની લૂંટ, જમીન ફાળવણીના ગોટાળા માટે થતી હતી. જ્યારે પણ નોઈડાની વાત આવતી હતી, ત્યારે તેઓ આવી જ ખબરો દેખાડે છે. આજે નોઈડા-ગ્રેટર નોઈડાની ઓળખ વિકાસ છે. આજે નોઈડા મેક ઈન ઈન્ડિયાના એક મોટા હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ભારત મોબાઈલ બનાવવામાં બીજા સ્થાન પર છે. તેમા નોઈડાની ભૂમિકા છે. 2014થી પહેલા મોબાઈલ બનાવનારી માત્ર બે ફેક્ટરીઓ અહીં હતી. આજે લગભગ 125 ફેક્ટ્રીઓ છે. તેમા મોટી સંખ્યામાં ફેક્ટરીઓ નોઈડામાં છે. મોબાઈલ સિવાય ઘણી ઈલેક્ટ્રોનિક આઈટમની અનેક કંપનીઓ અહીં છે. આ તમામ કંપનીઓએ લાખો યુવાનોને રોજગાર આપ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે જેવરમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. તેની સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ રહી છે. તેનાથી નોઈડાની એર કનેક્ટિવિટી અન્ય શહેરો સાથે જોડાઈ જશે અને દિલ્હી જવાની જરૂરત પડશે નહીં. આ પશ્ચિમ યુપી માટે સુવર્ણિમ અવસર લઈને આવશે. આગામી કેટલાક સપ્તાહમાં બરેલીથી પણ ઉડાણ શરૂ થશે. તેના માટે ટર્મિનલ બિલ્ડિંગનું કામ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે. દેશના ટીયર-2 અને ટીયર-3 શહેર પણ એર કનેક્ટિવિટીથી જોડાશે.

પીએમ મોદીએ કહ્યુ છે કે પુરોગામી સરકારોએ દેશમાં પાવર સેક્ટરને જે પ્રકારે નજરઅંદાજ કર્યું છે, તેનું એક ઉદાહરણ ગઈકાલે જ જોવા મળ્યું. ગઈકાલે કાનપુરમાં પનકી પાવર પ્રોજેક્ટના વિસ્તરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પનકીમાં 40થી 45 વર્ષ જૂના મશીનોથી કામ થઈ રહ્યું હતું. મશીનોની હાલત પણ કોંગ્રેસ જેવી થઈ ગઈ હતી.

LEAVE YOUR COMMENT