1. Home
  2. Political
  3. PM મોદીએ ગુજરાત માટે ઘોષિત કર્યું વળતર, કમલનાથના પેટમાં રેડાયું તેલ
PM મોદીએ ગુજરાત માટે ઘોષિત કર્યું વળતર, કમલનાથના પેટમાં રેડાયું તેલ

PM મોદીએ ગુજરાત માટે ઘોષિત કર્યું વળતર, કમલનાથના પેટમાં રેડાયું તેલ

0

નવી દિલ્હી: ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહીત દેશના ઘણાં વિસ્તારોમાં આંધી-તોફાને તાંડવ મચાવ્યું છે. અત્યાર સુધીમાં 31 લોકોના મોતના અહેવાલ છે અને ડઝનબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કુદરતી આફત સમયે રાજકારણ પણ તેજ બની જાય છે. તેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટ બાદ રાજકારણ ફરી એકવાર તેજ બન્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને મૃતકો અને ઈજાગ્રસ્તો માટે દુખ વ્યક્ત કર્યું અને વળતર ઘોષિત કર્યું છે. પરંતુ તેમણે માત્ર ગુજરાત માટે આમ કર્યું છે. હવે આના પર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે તમે માત્ર ગુજરાતના નહીં આખા ભારતના વડાપ્રધાન છો.

બુધવારે સવારે જેવા કુદરતી આફતના અહેવાલ આવ્યા તો દરેકના મનમાં આને લઈને ચિંતા હતી. થોડાક સમયગાળામાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટ આવ્યું. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ @narendramodi પથી નુકસાન પર દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં આંધી-તોફાન અને વરસાદને કારણે થયેલા નુકસાનથી તેઓ આહત છે. તમામ પરિવારની સાથે તેઓ સંવેદના વ્યક્ત કરે છે.

વડાપ્રધાન મોદીના ટ્વિટર હેન્ડલ સિવાય વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ @pmoindia પરથી વળતરનું એલાન કરવામાં આવ્યું હતું. અહીંથી કરવામાં આવેલા ટ્વિટમાં ગુજરાતમાં જે લોકોના આંધી-તોફાનને કારણે મોત નીપજ્યા છે, તે તમામના પરિવારોને બે લાખ રૂપિયાનું વળતર અને ઈજાગ્રસ્ત માટે પચાસ હજાર રૂપિયાની મદદ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

જો કે આ મુદ્દા પર વિવાદ થયા બાદ વડાપ્રધાન કાર્યાલય તરફથી અન્ય રાજ્યો માટે પણ વળતરનું એલાન કરવામાં આવ્યું હતું. સવારે લગભગ 11 વાગ્યે પીએમઓ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મણિપુર સહીત ઘણાં રાજ્યોમાં આંધી-તોફાનને કારણે થયેલા નુકસાન પર દુખ વ્યક્ત કરું છું. અહીં પણ મૃતકના પરિવારને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ટ્વિટમાં માત્ર ગુજરાતનો ઉલ્લેખ હોવાને કારણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ ભડક્યા હતા. તેમણે તાત્કાલિક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીજી તમે માત્ર ગુજરાતના નહી, પણ આખા દેશના વડાપ્રધાન છો.

કમલનાથે લખ્યું હતું કે એમપીમાં પણ કમોસમી વરસાદ અને તોફાનને કારણે વીજળી પડવાને કારણે દશથી વધારે લોકોના મોત નીપજ્યા છે. પરંતુ તમારી સંવેદના માત્ર ગુજરાત સુધી મર્યાદીત છે?ભલે અહીં તમારી પાર્ટીની સરકાર નથી, પરંતુ લોકો અહીં પણ વસવાટ કરે છે.

રાજસ્થાનમાં પણ કુદરતી આફતની ખાસી અસર જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગહલોતે પણ પોતાના તમામ રાજકીય કાર્યક્રમોને રદ્દ કર્યા છે અને અધિકારીઓની બેઠક બોલાવી છે. અધિકારીઓને ઘટનાસ્થળ પર મોકલાઈ રહ્યા છે, ગહલોત રાજસ્થાનની પરિસ્થિતિ પર મીડિયા સાથે પણ વાત કરવાના છે. આ સિવાય ચૂંટણી પંચની મંજૂરી માગીને વળતરનું પણ એલાન કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT